News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આર્યન ખાન તેના પિતાની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ માટે વેબ સિરીઝ માટે કામ કરશે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ અનુસાર આર્યન ખાને તેના શૂટિંગને લઈને શૂટ ટેસ્ટ પણ કરાવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા અઠવાડિયે જ મુંબઈના એક સ્ટુડિયોમાં આ સિરીઝનું ટેસ્ટ શૂટ કરવામાં આવ્યું હતું.
એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર આર્યન ખાન આ વેબ સિરીઝ માત્ર લખી નથી રહ્યો પરંતુ તે સિરીઝ નું નિર્દેશન પણ કરશે. તેણે આના ઉપર સ્ટુડિયોમાં કામ પણ શરૂ કરી દીધું છે. આર્યન ખાન ઈચ્છે છે કે વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરતા પહેલા ક્રૂ અને સીરિઝ સાથે સંબંધિત પ્રોડક્શનના બાકીના લોકો તેને સારી રીતે સમજી લે. તે આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સુક છે અને તેણે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે. આ વેબ સિરીઝના શૂટિંગની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર જર્સી એક્ટર પ્રિત કામાની પણ સેટ પર જોવા મળ્યો હતો જ્યાં આર્યન ખાનનું ટેસ્ટ શૂટ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પ્રિત કમાણી આ વેબ સિરીઝનો ભાગ છે કે નહીં. જણાવી દઈએ કે શાહરૂખ ખાન પહેલા જ કહી ચુક્યા છે કે તેમના પુત્ર આર્યન ખાનને એક્ટિંગમાં રસ નથી. તે ડિરેકશન ની દિશામાં આગળ વધવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણે બતાવી તેની અન્ય પ્રતિભા, 12 વર્ષની ઉંમરે અભિનેત્રી એ કર્યું હતું આવું કામ; જાણો વિગત
શાહરૂખ ખાને એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતું કે, 'આર્યન ખાન લખી રહ્યો છે, દિગ્દર્શન કરી રહ્યો છે અને અન્ય વસ્તુઓ પણ કરી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં ફિલ્મ નિર્માતા નો અભ્યાસ શ્રેષ્ઠ અભ્યાસોમાંનો એક છે. મારી પુત્રી અભિનય કરવા માંગે છે. તેણે ચાર વર્ષના થિયેટર કોર્સમાં એડમિશન લીધું છે. મને લાગે છે કે બંનેએ હવે તેમનો અભ્યાસ પૂરો કરવો જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના ખાન ફિલ્મમેકર ઝોયા અખ્તરની વેબ સિરીઝથી ડેબ્યૂ કરશે. આ વેબ સિરીઝ 'આર્ચીઝ કોમિક્સ' પર આધારિત છે.