News Continuous Bureau | Mumbai
એક તરફ પૂરા વિશ્વમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દીધી છે ત્યારે મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેરમાંથી મુંબઈ સંપૂર્ણ રીતે મુક્તિ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાલ મુંબઈમાં 290 સક્રિય દર્દી છે, તેમાંથી 85 લોકો કોરોનાના લક્ષણ વગરના છે. ફક્ત 44 લોકોમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી હાલ મુંબઈ 100 ટકા કોરોનાથી સુરક્ષિત હોવાનું જણાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : બિગ બ્રેકીંગ: સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી’ જાણો વિગતે
મુંબઈમાં માર્ચ 2020માં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી, ત્યારથી અત્યાર સુધી કોરોનાની ત્રણ લહેર આવી ગઈ છે. હવે ત્રીજી લહેર પણ સંપૂર્ણરીતે નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને બાદ કરતા તમામ નિયંત્રણો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
તેથી પહેલી બે લહેર કરતા ત્રીજી લહેરમાં દર્દી વધવાની શંકા હતી. જોકે હાલની પરિસ્થિતિમાં રોજના સરેરાશ 10,000 કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. તેની સામે માત્ર 30થી 40 કેસ નોંધાઈ રહ્યા છે.
મુંબઈમાં 99 ટકા વૅક્સિનેશન થઈ ગયું છે અને ત્રીજી લહેર દરમિયાન સ્ટેલ્થ બી-2 આ નવા વેરિયન્ટનો સામનો કર્યો હોવાથી મુંબઈના માથેથી જોખમ થોડું હળવું થઈ છે. જોકે યુરોપ અને ચીન સહિત અનેક દેશમાં નવા વેરિયન્ટે જોખમ વધાર્યું છે, તેથી મુંબઈગરાને સાવધાન રહેવાની અને કોરાનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.