News Continuous Bureau | Mumbai
અજમો એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ પાચન, ગેસ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમો ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આના સેવનથી પેટના દુખાવા, ગેસ, ઉલ્ટી, ખાટા ઓડકાર અને એસિડિટીમાં આરામ મળે છે. તમે અજમામાં કાળું મીઠું અને સૂકા આદુ સાથે મિક્સ કરીને તેનું ચૂરણ બનાવી શકો છો.અપચો અને ગેસની સમસ્યામાં એક ચમચી અજમો અને થોડું કાળું મીઠું ચાવવાથી પેટમાં આરામ મળે છે. તમને જણાવી દઈએ કે અજમા માં પ્રોટીન, ફેટ, મિનરલ્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, થાઈમીન, રિબોફ્લેવિન, ફોસ્ફરસ, આયર્ન અને નિયાસિન જેવા ગુણો હોય છે જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરે છે.
1. પેટમાં ગેસ-
અજમો પેટમાં ગેસ, અપચો અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવામાં મદદરૂપ છે. અજમા માં એન્ટિસ્પેસ્મોડિક અને કાર્મિનેટીવ ગુણ હોય છે, જે ગેસની સમસ્યામાં રાહત આપે છે.
2. એસિડિટી-
ઉનાળાની ઋતુમાં ઘણીવાર એસિડિટીની સમસ્યા સતાવતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમો ખાઓ. અજમા માં રહેલા તત્વો એસિડિટીથી ત્વરિત રાહત અપાવવામાં મદદ કરે છે.
3. ચેપ-
અજમા માં એન્ટિવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિફંગલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પેટ અને ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
4. કોલેસ્ટ્રોલ-
અજમો વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.અજમા ના બીજમાં એન્ટિ-હાયપરલિપિડેમિક અસરો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે શરીરના કોલેસ્ટ્રોલ, એલડીએલ-કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઈડ્સ અને કુલ લિપિડ્સને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં ગરમી અને લૂ થી બચવા કરો ડુંગળી ને તમારા આહાર માં સામેલ, મળશે આ ફાયદા; જાણો વિગત