ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
રિલાયન્સ માલિક અને ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પછાડીને બિયાન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર( CEO) ચાંગપેંગ ઝાઓએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
CNN ન્યુઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે, ક્રિપ્ટોકરન્સીના CEO પૃથ્વી પરના સૌથી ધનિક લોકોમાંના એક બની ગયા છે.
ચાંગપેંગ "CZ" ઝાઓ, જેઓ ક્રિપ્ટો એક્સચેન્જ બીનાન્સ ચલાવે છે, તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સની નવી ગણતરીઓ અનુસાર, ઓછામાં ઓછા $96.5 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે વિશ્વના ટોચના અબજોપતિઓની હરોળમાં જોડાયા છે.
ઝાઓ જોકે હજી સુધી ઓરેકલના સ્થાપક લેરી એલિસન કરતાં થોડા પાછળ છે. પરંતુ તેમણે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ મૂકી દીધા છે, જેમની સંપત્તિ પણ છેલ્લા બે વર્ષમાં વધી છે.
વેપારીઓને રાહતઃ કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારી આપી જાણો વિગત
ચાઇનીઝ-કેનેડિયન એન્ટ્રેપ્રેનીયર એ ડિજિટલ કરન્સીમાં બહુ ઝડપથી આગળ વધીને ઝડપી રીતે સંપત્તિ ઊભી કરી છે.
ગયા વર્ષે, અન્ય ક્રિપ્ટો સ્થાપકોએ પણ ભારે લાભ મેળવ્યો હતો કારણ કે વર્ચ્યુઅલ સિક્કાના મૂલ્યમાં વધારો થયો હતો, જેમાં ઇથેરિયમ સર્જક વિટાલિક બ્યુટેરિન અને કોઈનબેઝના સ્થાપક બ્રાયન આર્મસ્ટ્રોંગ બંને અબજોપતિ બન્યા હતા.