ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
યોગગુરુ બાબા રામદેવ પૂરી દુનિયામાં પોતાના યોગા અને આર્યવેદિક ઉત્પાદનો માટે જાણીતા છે. હવે બાબા રામદેવે ટીવી ચેનલ ક્ષેત્રે એન્ટ્રી કરી છે. તેમણે નેપાલમાં પતંજલિ સમૂહની 2 ટીવી ચેનલ ચાલુ કરી છે.
હાલ બાબ રામદેવ કાઠમંડુમાં આ ચેનલના લોન્ચિંગ અને અન્ય કોર્મશિયલ પ્રોજેક્ટ માટે 3 દિવસ માટે નેપાલ ગયા છે. આ દરમિયાન શુક્રવારે તેમણે આસ્થા નેપાલ ટીવી અને પતંજલિ નેપાલ ટીવી લોન્ચ કરી હતી. એ સિવાય પોતાના કર્મચારીઓ માટે બાંધવામાં આવેલા પતંજલિ સેવા સદનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે જૂનમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નેપાળે બાબા રામદેવની કંપની પતંજલિની કોરોનિલ કીટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ નેપાળના આરોગ્ય વિભાગે નેરા સરકારના નિયમ મુજબ કોરોનિલ કિટનું રજિસ્ટ્રેશન થાય નહીં ત્યાં સુધી તેના પર પ્રતિબંધ રહેશે એવી જાહેરાત કરી હતી. ચર્ચા મુજબ બાબા રામદેવ નેપાળમાં રાજકીય સામાજિક વર્તુળમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમા હોવાનું કહેવાય છે.