ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
દક્ષિણ મુંબઈમાં કલસ્ટર ડેવલપમેન્ટ હેઠળ તાડદેવમાં લગભગ 100 વર્ષ જૂની ચાલીઓનું રિડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે. જેમાં જૂની ચિખલવાડી વિસ્તારમાં રહેલી 12 ચાલીઓના પુનર્વસનને કારણે દરેક ચાલવાસીને તેની માલિકીનું ઘર મળશે અને તે ઘરની કિંમત પણ લગભગ 3 કરોડ રૂપિયાની આસપાસ હશે. એટલે કે અહીનો ચાલવાસી રિડેવલપમેન્ટ બાદ કરોડપતિ બની જવાનો છે.
દક્ષિણ મુંબઈમાં તાડદેવમાં ભાટિયા હોસ્પિટલ પાછળ જૂની ચિખલવાડી વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સાંકડી અને ભીડભાડવાલી ગલીઓવાળી 12 બેઠી ચાલી આવેલી છે. અહીં કુલ 1.54 એકર જગ્યા પર 100 વર્ષથી વધુ સમયથી આ ચાલીઓ આવેલી છે. અહીં હવે 36માળાના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ હેઠળ મ્હાડાએ દીવાળી પહેલા રીડવેલપમેન્ટને મંજૂરી આપી છે. આ ચાલીના પુનર્વિકાસ માટે 2002થી પ્રયાસ ચાલી રહ્યા હતા. તે છેક 20વર્ષે સફળતા મળી છે.
અટવાઈ પડેલા આટલા પ્રોજેક્ટને ફરી કામ ચાલુ કરવાની મહારેરાએ આપી મંજૂરી જાણો વિગત
જૂના ટેનેન્સી એક્ટ એટલે કે પાઘડી પદ્ધતિ હેઠળ આ ભાડૂત રહે છે. હવે ચાલીનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. તેથી દરેક ઘરને લગભગ 583 ચોરસ ફૂટ કાર્પેટ એરિયાની જગ્યા અને છ લાખ રૂપિયાના ભાડા પેઠે મળશે. તાડદેવમાં ઘરના ભાગ 50,000 હજાર રૂપિયા ચોરસ ફૂટ જેટલો છે. તે મુજબ ચાલીના લોકો કરોડપતિ થઈ જવાના છે.