184
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
આસામમાં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
પોલીસે શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના તાલિબાનના અધિગ્રહણનું સમર્થન કરનાર કથિત સોશિયલ મીડિયા પોસ્ટ માટે સમગ્ર આસામમાંથી 14 લોકોની ધરપકડ કરી છે.
કામરુપ મોટ્રોપૉલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લાઓમાંથી બે-બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દરાંગ, કછાર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોલપારા અને હેજઈ જિલ્લાઓમાંથી એક-એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યાં છે.
તમામ લોકોની ધરપકડ શુક્રવારે રાત્રે કરવામાં આવી હતી અને તેના પર ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ, આઇટી અધિનિયમ અને સીઆરપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
You Might Be Interested In