ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
જાણીતી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાય વર્ષથી દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટાર કાસ્ટ ઘણી જ લાંબી છે. જેમાંથી એક લોકપ્રિય પાત્ર છે પોપટલાલ. પોપટલાલ નું પાત્ર સિરિયલમાં શ્યામ પાઠક ભજવે છે. શ્યામ પાઠક શોમાં બેચલર પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્યામ સંબંધિત કેટલીક ખાસ વાતો અહીં જાણીએ.
શ્યામ પાઠકે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શ્યામ પાઠકે એક વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે ' Lust caution' નામની ચાઈનીઝ ફિલ્મમાં તેમણે કામ કર્યું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્યામ પાઠકે એક સોની ની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં જ્વેલરીની દુકાન માં દાગીના વેચનાર ના રોલ માંજોવા મળ્યા હતા. શ્યામ પાઠકે આ રોલ ખૂબ સુંદર રીતે નિભાવ્યો હતો. આ ફિલ્મને અમેરિકામાં NC-17 રેટિંગ મળ્યું હતું. શ્યામ પાઠકે અન્ય લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે. શ્યામ “જસુબેન જયંતીલાલ જોશીની જોઇન્ટ ફેમિલી” અને “સુખ બાય ચાન્સ” માં પણ જોવા મળ્યા હતા.
સીતાના રોલ માટે કરીના કપૂર કે આલિયા ભટ્ટ નહીં, પરંતુ આ ઍક્ટ્રેસ છે રાઇટરની પહેલી પસંદ; જાણો વિગત
શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. આ માટે તેમને એડમિશન પણ લીધું હતું. પરંતુ તેમણે સીએ નો અભ્યાસક્રમ અધવચ્ચે છોડી દીધો હતો. સીએ છોડવાનું કારણ એ હતું કે તેમને એક્ટિંગનો શોખ લાગ્યો હતો. તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું અને એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવા લાગ્યા. આજે શ્યામ પાઠક ઘરે ઘરે પોપટલાલ તરીકે લોકપ્રિય છે.