ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
સમગ્ર મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે એક ચિંતા ના સમાચાર આવ્યા છે. વાત એમ છે કે મુંબઈને અડીને આવેલા વસઈ અને વિરાર માં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. અહીં કોરોનાના ટેસ્ટિંગ બાદ પોઝિટીવિટી રેટ 55 ટકા છે. એટલે કે દર વીસ માણસના ટેસ્ટિંગ પર ૧૧ જણા પોઝીટીવ છે. અત્યારે વસઈ અને વિરાર વિસ્તારમાં કુલ દસ હજાર કોરોના પોઝિટિવ પેશન્ટ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર માટે કામ કરનાર મોટો નોકરિયાત વર્ગ બોરીવલી પછી વિરાર સુધી અને અમુક એમ.એમ.આર રિજનમાં રહે છે. આ લોકો મુંબઈ શરૂ થતાની સાથે જ દૈનિક ટ્રેનમાં સફર કરી અને રોજીરોટી મેળવવા શહેરમાં આવે છે.
એકવાર લોકડાઉન ખસી ગયું ત્યાર બાદ તેઓ પાછા મુંબઈ ના ધક્કા ખાવાના શરૂ કરશે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની પરિસ્થિતિ વણસી શકે છે જે માટે મુંબઈવાસીઓને નહીં પરંતુ મુંબઈની બહારના લોકો જવાબદાર હશે.