ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
ગત એક વર્ષથી દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પ્રસાસન,તબીબ અને પોલીસ તે અંગે લોકોને સભાન કરવામાં લાગી ગયું છે. કેન્દ્ર સરકારે તે અંગે ગાઇડલાઇન પણ બહાર પડી છે. તો હવે સામાન્ય જનતા પણઆ સંદર્ભે હવે મેદાનમાં ઉતરી છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુ થી બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ અનોખો આઈડિયા વાપર્યો હતો. આ ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને લોકો વચ્ચે કોરોનાને લઈને જાગૃત્તિ ફેલાવવા માટે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાની સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તેવા લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાનનો વેશ લઈને રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા.


સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન


