372
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
અમદાવાદ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
ગુજરાત ATS અને દ્વારકા SOG અને કોસ્ટ ગાર્ડ ના સયુંકત ઓપરેશનને મોટી સફળતા મળી છે. ATS ના DYSP રોજીયા તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારકા ને મળેલી બાતમીને આધારે IMBL પાસે ATS તથા કોસ્ટ ગાર્ડ નુ સંયુક્ત ઓપરેશન સફળ થયું છે. જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ છે. બોટમાંથી 30 કીલો હેરોઇન ઝડપાયુ છે. આ બોટમાં સવાર 8 પાકિસ્તાનીઓ અંદાજે 30 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 150 કરોડ રૂ.કિંમત હોવાનો અંદાજ મળી રહ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહે છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવાનો મોટો પર્દાફાશ થયો છે.
મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસ અને મરણાંકના આંકમાં થયો આંશિક ઘટાડો. જાણો આજના તાજા આંકડા.
You Might Be Interested In