ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,5 એપ્રિલ 2021.
સોમવાર .
દેશ માં કોરોના ની બીજી લહેર એ ઘણા બધા રાજય ને પોતાની ચપેટ માં લીધા છે. એ સંદર્ભે રાજસ્થાન સરકારે પોતાની સરહદ માં પ્રવેશનાર વ્યક્તિ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કર્યો છે.
રાજસ્થાન માં ગત 24 કલાક માં કોરોના ના 1729 કેસ નોંધાયા છે.આ સાથેજ રાજય માં અત્યાર સુધી કોરોના સંક્રમિતો ની સંખ્યા 3,39,325 સુધી થઈ ગઈ છે. આ વધતા જતા સંક્રમણ ને રોકવા લોકડાઉન જેવા પ્રતિબંધો લાદ્યા છે. રાજ્ય માં પ્રવેશનાર વ્યક્તિ માટે આર ટી પી સી આર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. સાથેજ ધોરણ 1 થી 9 સુધી શાળાઓ બંધ રહેશે,લગ્ન સમારંભ માં 100 થી વધુ વ્યક્તિ હાજરી આપી શકશે નહિ. તેમજ સિનેમાહૉલ અને મલ્ટિપ્લેક્સ માં પણ પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે , રાજસ્થાન રાજ્ય ના જિલ્લા મેજિસ્ટ્રેટ રાત્રી કર્ફયુ નો નિર્ણય પણ કરી શકે છે. જોકે દિવસ ના સમય માં કર્ફયુ લગાવવા માટે તેમણે રાજય સરકાર ની પરવાનગી લેવી પડશે.