ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
અમદાવાદ
09 જાન્યુઆરી 2021
ગુજરાત રાજ્યમાં બર્ડ ફ્લુ ની એન્ટ્રી થઇ ગઇ છે. રાજ્ય પ્રશાસને ભલે કાયદેસર રીતે આ વાતની જાહેરાત ન કરી હોય પરંતુ જે રિપોર્ટ પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પક્ષીઓ ટપોટપ મરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના બારડોલી, તાપી, વાલોડ, વલસાડ વિસ્તારમાં મૃત પક્ષીઓ મળી આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. હાલ અને પક્ષીના મૃતદેહોને ચકાસણી માટે ભોપાલ મોકલી અપાયા છે. એક નોંધવાલાયક વાત એ છે કે અનેક ઠેકાણે કાગડાઓ મૃત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢમાં મૃત પક્ષી નો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.
હાલ પશુપાલન વિભાગે તમામ પોલ્ટ્રી ફાર્મ ના માલિકોને ચેતવી દીધા છે તેમજ તેઓને સતર્ક રહેવાનું કહ્યું છે.
આમ કોરોનાથી લોકોને રાહત મળે તે અગાઉ બર્ડ ફ્લુ ની એન્ટ્રી થઈ રહી છે.


Leave a Reply