ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
2014 માં એક અકસ્માતમાં પોતાનાં સાત દાંત ગુમાવનાર 33 વર્ષીય મહિલાને રૂ. 8.50 લાખનું વળતર ચૂકવવાનો હુકમ મુંબઇ કોર્ટે કર્યો છે. જ્યારે એક અલગ ચુકાદામાં, ટ્રિબ્યુનલે તેમના પરિવારને રૂ. 37 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દર મહિને 40,000 રૂપિયા મેળવતા 56 વર્ષીય વકીલ ભાનુદાસ સાલુન્કેના આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેના માટે પણ કોર્ટે વળતર ચૂકવવાનું કહ્યું હતું. મહિલાના દાંતના વળતરની ઘોષણા કરતી વખતે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (એનએસીટી) એ કહ્યું કે ' મહિલાએ આખી જીંદગી કૃત્રિમ પ્રત્યારોપણ સાથે કામ કરવું પડશે. જેને કારણે સ્ત્રીને તેની નોકરી અને સામાજિક કાર્યક્રમોથી દૂર રહેવું પડ્યું તેમજ આનંદપ્રદ ભોજન છોડવું પડ્યું. તેનાં નીચે અને ઉપર મળી કુલ સાત દાંત ગુમાવવાનું સમાન વળતર મળવું જોઈએ.'
નોંધનીય છે કે 2014 માં ઘાટકોપરના પરિવારે દાવો કર્યો હતો કે તેઓ ભાડેથી કાર લઈ પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે તલેગાંવ ટોલ પ્લાઝા નજીક ડિવાઇડર સાથે ડ્રાઇવરે કાર અથડાવી દીધી હતી. ચાલકની બેદરકારી ને કારણે અકસ્માત થયો હતો.
સારવાર માટે પરિવારને પુનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે ભાનુદાસનું અવસાન થયું. તેની પુત્રીના દાંત તૂટી ગયા હતા અને પ્રત્યારોપણની પ્રક્રિયા બે વર્ષ સુધી ચાલી હતી. કારના માલિક વિરુદ્ધ બંને દાવા કરવામાં આવ્યા હતા .. હવે વીમા કંપનીએ એક સાથે વળતર ચૂકવવું પડશે…
