હતાશ કાશ્મીરીઓ હવે કાશ્મીરીઓની જ હત્યા કરી રહ્યા છે, બાંદીપોરામાં ભાજપ નેતા -પિતા -ભાઇની હત્યા.. જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

9 જુલાઈ 2020 

જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં ગઈરાત્રે આતંકવાદીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ વસીમ બારી અને એના ભાઈ ઉમર તેમજ પિતા બશીર એહમદ પર ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી છે. ગોળીબારમાં  ઘાયલોને બાંદીપુરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેવને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. પોતાના પિતા અને ભાઈ સાથે બારી દુકાનમાં બેઠા હતા ત્યારે આતંકવાદીઓએ આવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે ભાજપના નેતાની સુરક્ષામાં 8 પર્સનલ સિક્યુરિટી ઓફિસર કરવામા આવ્યાં હતાં પરંતુ તેઓ આ ઘટના દરમિયાન નદારત હતા એમ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ ઓફિસરે માહિતી આપી હતી..   વસીમ બારીની સુરક્ષામાં ચૂક કરનાર 8 PSO ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ મૃતકને શ્રદ્ધાંજલિ આપી કહ્યું હતું કે વસીમનું બલિદાન બેકાર નહી જાય.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 5 મે 2019 માં ભાજપના કાર્યકર્તા ગુલ મહંમદની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી. અને એની પહેલાં એક નવેમ્બર 2018 માં પણ જમુના કિશ્તવાડ જિલ્લામાં ભાજપના પ્રદેશ સચિવ અનિલ અને એમના ભાઈ અજીત પરિહાર ની હત્યા કરી દીધી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More