1.8K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સૂર્ય ઉદયની સાથે સવાર પડી તેવી ખબર પડે છે, સૂર્યનો ઉદય ન થાય તો ચારે તરફ ફક્ત અંધકાર જ ફેલાયેલો રહે છે. જો સૂર્યનો પ્રકાશ આપણા સુધી ન પહોંચે તો..? આ સાંભળતા જ થશે આ તો અશક્ય છે. પરંતુ આવુ એક ગામ છે જ્યાં સૂર્ય પ્રકાશ પહોંચતો નથી. આ ગામની ચારેય તરફ પહાડો જ છે. જેના કારણે આ ગામ સુધી સૂર્ય કિરણો પહોંચી શક્તી નથી. અંધકાર(dark)ને દૂર કરવા માટે ગામના લોકો દેસી પદ્ધતિ અજમાવીને ગામ(Unique village)માં અજવાળુ કરે છે.
આ વાત છે, આર્કટિક સર્કલના ઉત્તરમાં એક અનોખુ ટોમ્સો નામનું શહેર છે. માનવામાં આવે છે કે અહીં દરવર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધીના 3 મહિના સૂરજની એક કિરણ(not shine) જોવા મળતી નથી. અહીં લોકો દિવસે પણ અંધારામાં જ રહે છે. આ જ રીતે દક્ષિણની વાત કરીએ તો નોર્વેના રજુકાન ગામમાં સૂર્ય જ જોવા મળતો નથી.
કહેવામાં આવે છે કે, અહીં લગભગ છ મહિનાઓ સુધી સૂર્યની રોશની(Sunlight) જોવા જ મળતી નથી. અહીં લોકો કેટલાય વર્ષોથી અંધારામાં જ રહે છે. અંધારાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે હવે લોકોએ અંધકારને દૂર કરવા માટે વિવિધ પ્રકારના નુસ્ખા અજમાવ્યા છે. સ્થાનીય લોકોની મદદથી પહાડો પર મિરર(mirror) લગાવી દીધા છે.
સૂર્ય પ્રકાશની દિશા(Direction of sunlight)માં પહાડો પર ઘણા સન મિરર લગાવી દીધા છે. જેથી સૂર્યની કિરણો પરાવર્તિત થઇને પહાડની તળેટીમાં પહોંચે છે. જેની મદદથી ગામમાં રોશની જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ અંધકાર દૂર કરવા માટેનો વિચાર એન્જિનિયર સૈમ આઇડનો હતો. જેમાં સ્થાનીય અધિકારી તથા ગામનો લોકોએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: આ રીતે ડાયના મરિયમ બની નયનતારા, અભિનેત્રીએ આ કારણે બદલ્યુ પોતાનુ નામ