News Continuous Bureau | Mumbai
PM મોદીની(Modi) અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની(Central cabinet) બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે.
કેબિનેટે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના(crude oil) વેચાણ પરનો પ્રતિબંધ(Prohibition) હટાવવાનો નિર્ણય લીધો છે.
એટલે કે હવે ક્રૂડની શોધ અને ઉત્પાદન કરતી કંપનીઓ(Crude companies) દેશમાં કોઈને પણ ક્રૂડ ઓઈલ વેચી શકે છે.
આ નવો ફેરફાર ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે
અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો.
ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ ઓઈલ બહારથી એટલે વિદેશમાંથી આવે છે પરંતુ હવે દેશમાં પણ ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થઈ રહેશે.
