News Continuous Bureau | Mumbai
સર્વિસ ચાર્જને(Service charge) નામે ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરતી હોટલ(Hotels) અને રેસ્ટોન્ટ્સ(restaurant) હવે આવું નહી કરી શકે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ(Central Consumer Protection Authority) ગ્રાહકો પાસેથી હોટેલ્સ, રેસ્ટોરન્ટ દ્વારા વસુલવામાં આવતા સર્વિસ ચાર્જ માટે નવો નિયમ બનાવ્યો છે.
નિયમ પ્રમાણે કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટેલ્સ વગેરે પોતાના ગ્રાહકો પાસેથી ફરજિયાતપણે સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે.
જો કોઈ હોટેલ દ્વારા આ પ્રકારનો સર્વિસ ચાર્જ ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે તો ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર (Consumer National Consumer Helpline number) 1915 ડાયલ કરીને જે-તે હોટેલ્સ, રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત-પેટ્રોલ અને ડીઝલ ભાવ સંદર્ભે આ નિર્ણય લીધો-જાણો વિગતે