Site icon

LIC પોલિસી રાખતા લોકો માટે ખુશખબર- હવે જીવનભર એકાઉન્ટમાં આપશે 50 હજાર રૂપિયા- જાણો કેવી રીતે

 News Continuous Bureau | Mumbai

એલઆઈસી (LIC Policy) દ્વારા ઘણી પ્રકારની પોલિસી ચલાવવામાં આવતી હોય છે, જેના હેઠળ તમને રૂપિયા અને સુરક્ષાની ગેરંટી(Money and security guarantee) મળે છે, પરંતુ આજે અમે તમને એવી LIC પોલિસી વિશે જણાવીશું જેમાં તમે જીવનભર કમાણી(Lifetime earnings) કરશો.ફક્ત એક વખત ચૂકવવું પડે છે પ્રીમિયમ LICની આ પોલિસીનું નામ છે સરલ પેન્શન યોજના(Pension Scheme). જેમાં તમને 40 વર્ષની ઉંમરથી કંપની તરફથી પેન્શનની સુવિધા(Pension facility) મળવાનું શરૂ થાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. જીવનભર થશે કમાણીઆ એક પ્રકારનો સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન(Single Premium Pension Plan) છે, જેમાં તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવાનું હોય છે અને તમે જીવનભર કમાણી કરી શકો છો. પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને (nominee) સિંગલ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવે છે. સરલ પેન્શન યોજના એ ઇમીડિએટ એન્યૂટી પ્લાન(Immediate Annuity Plan) છે, જેનો અર્થ છે કે તમે પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા પછી જેટલું પેન્શન શરૂ થાય છે, એટલું જ પેન્શન આખી જિંદગી માટે મળે છે.સ્કીમમાં બે પ્રકારની હોય છે સુવિધા સિંગલ લાઇફ- તેમાં પોલિસી કોઈપણ એક વ્યક્તિના નામે રહેશે, જ્યાં સુધી પેન્શનર જીવિત છે તેને પેન્શન મળતું રહેશે. તેના મૃત્યુ પછી તેના નોમિનીને બેઝ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવશે.જોઈન્ટ લાઈફ- તેમાં બંને પતિ-પત્નીને કવરેજ મળે છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શન ધારક(Primary pension holder) જીવિત છે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી તેમના જીવનસાથીને જીવનભર પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી બેઝ પ્રીમિયમની રકમ તેમના નોમિનીને સોંપવામાં આવશે.શું છે પ્લાનની ખાસિયત

Join Our WhatsApp Community

આ યોજનાના લાભ માટે ન્યૂનતમ વય મર્યાદા 40 વર્ષ છે અને મહત્તમ 80 વર્ષ છે

આ એક હોલ લાઈફ પોલિસી(Whole Life Policy) છે, તો તેમા આખા જીવન પેન્શન(Life Pension) મળે છે

આ સમાચાર પણ વાંચો :બહુ સરસ- આર્થિક સંકટ વચ્ચે ધંધો કરવા માટે ગુજરાતી મહિલાઓએ 13000 કરોડની લોનો લીધી

સરલ પેન્શન પોલિસીને શરૂ થવાની તારીખથી 6 મહિના પછી ક્યારે પણ સરેન્ડર કરી શકાય છે

તમે પેન્શન દર મહિને લઈ શકો છો

ઉપરાંત ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધારે પર પણ લઈ શકો છો પેન્શન

જાણો કેવી રીતે મળશે 50 હજાર રૂપિયાઆપને જણાવી દઈએ કે જો તમારે દર મહિને રૂપિયા જોઈએ છે તો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન લેવું પડશે. તેમાં તમારે 12000 રૂપિયાનું ન્યૂનતમ પેન્શન પસંદ કરવાનું રહેશે. જો કે અહીં કોઈ મહત્તમ મર્યાદા નથી. જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કરાવ્યું છે, તો તમને વાર્ષિક 50250 રૂપિયા મળવાનું શરૂ થશે જે જીવનભર ઉપલબ્ધ રહેશે. આ સિવાય જો તમે તમારી જમા કરેલી રકમ મધ્યમાં પાછી મેળવવા માંગો છો, તો આવી સ્થિતિમાં 5 ટકા બાદ કર્યા પછી તમને જમા કરેલી રકમ પાછી મળે છે.

Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Exit mobile version