ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
ચેમ્બર્સ ઓફ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ એટલે કે કેમીટ દ્વારા માંગણી મૂકવામાં આવી છે કે ૧૫મી પછી સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પહેલા 15 દિવસ અને ત્યારબાદ વધુ ૧૫ દિવસ સુધી લોકડાઉન લાગુ કરતા તમામ વેપારીઓની દુકાન બંધ છે. માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે 07:00 થી 11:00 સુધી ખુલ્લી રહે છે.
હવે મુંબઈની આસપાસના વિસ્તાર મુંબઈ માટે જોખમી. કોરોના અહિયાંથી મુંબઈમાં ઈમ્પોર્ટ થશે.
હવે જ્યારે 15 તારીખ નજીક આવી રહી છે ત્યારે વેપારીઓને ચિંતા થાય છે કે ક્યાંક સરકાર વધુ કોઈ પ્રતિબંધક પગલા ન લે. આથી વેપારી સંસ્થાએ મહાનગર પાલિકા તેમજ સરકારી વિભાગના પત્રો લખ્યા છે કે 15 તારીખ પછી અમુક પ્રતિબંધો સાથે અને અમુક નિયમાવલી સાથે દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે.
હવે જોવાનું એ છે કે સરકાર અને મહાનગરપાલિકા માંગણી પ્રત્યે શું પગલાં લે છે.