News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં આવેલ ભડકો સામાન્ય વર્ગના બજેટને જ નહિ પરંતુ હવે દરેક વર્ગને મોંઘવારીનો અહેસાસ કરાવી રહ્યો છે. રાંધણ ગેસના ભાવ વધારાની સાથે આજના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ રહી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મોંઘા ક્રૂડની પડતર સામે ટકી રહેવા દિગ્ગજ એરલાઈન્સે પેસેન્જર ભાડામાં વધારો કર્યો છે. એરલાઈન્સના આ પગલાને કારણે કેટલાક રૂટ પર હવાઈ ભાડું લગભગ બમણું થઈ ગયું છે. દિલ્હી-મુંબઈ, હૈદરાબાદ-દિલ્હી અને ચેન્નાઈ-દિલ્હી જેવા વ્યસ્ત રૂટ પર સરેરાશ ભાડાં એક વર્ષ પહેલાં કરતાં 50-60 જેટલાં વધી ગયાં છે.
આ સમાચાર પણ વાંચો : ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી સંકટમાં, હવે ચૂંટણી પંચે આ કારણે ફટકાર્યો મસમોટો દંડ.. જાણો વિગતે
21 અને 31 માર્ચની વચ્ચે ભારતના સૌથી વ્યસ્ત રૂટ, દિલ્હીથી મુંબઈ સુધીની ફ્લાઈટનું આયોજન કરતા મુસાફરોએ વન-વે ટિકિટ ભાડા માટે લગભગ રૂ. 7,956 ચૂકવવા પડશે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ Ixigoના ડેટા અનુસાર આ ભાડું એક વર્ષ પહેલાના ભાડાની સરખામણીએ લગભગ 60% વધારે છે. આ જ સમયગાળા માટે હૈદરાબાદ-દિલ્હી, ચેન્નાઈ-દિલ્હી અને મુંબઈ-બેંગલુરુ રૂટ પરની ફ્લાઇટ્સ માટે વન-વે ટિકિટની કિંમત અનુક્રમે રૂ. 8,253, રૂ. 9,767 અને રૂ. 6,469 છે. આ ભાડું એક વર્ષ પહેલાના ભાડા કરતાં અનુક્રમે 60%, 64% અને 44% વધુ છે. આ ઉપરાંત કોલકાતા-દિલ્હીના ભાડામાં 43 ટકા અને દિલ્હી-બેંગલુરુના ભાડામાં 36 ટકાનો વધારો થયો છે.