News Continuous Bureau | Mumbai
Google Play Storeનો ઉપયોગ આપણે ઘણીવાર ગેમ્સ(Games), સોશિયલ મીડિયા(Social media) અને અન્ય મનોરંજન એપ્લિકેશન્સ(entertainment apps) ડાઉનલોડ કરવા માટે કરીએ છીએ. Google Play Storeમાં ઘણી સુરક્ષા દિવાલો છે, તેમ છતાં કેટલીક માલવેર એપ્લિકેશન્સ(Malware) તેને બાયપાસ કરે છે અને મોબાઇલ ફોન અને ટેબ્લેટ જેવા ઉપકરણોને નુકસાન પહોંચાડે છે. Google Play Store પર આવી ચાર એપ્સ મળી આવી છે, જેમાં સિક્રેટ હિડિંગ માલવેરનો પણ સમાવેશ થાય છે.
માલવેર બાઇટ્સ લેબ્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન્સ ફિશિંગ યુક્તિઓ તરફ દોરી જાય છે જે તમારો ડેટા અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. તમારી અંગત માહિતીનો ઉપયોગ બ્લેકમેલિંગ અને અન્ય ગુનાઓ માટે થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: વેપારીઓને રાહત- મુંબઈમાં દુકાનો પર મરાઠી બોર્ડ લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ
આ ચાર મોબાઈલ એપ્સને એક જ એપ ડેવલપર દ્વારા બનાવવામાં આવી છે અને એક મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે. આ એપ ગૂગલ પ્લે પર પણ પ્રમાણિત છે. જો કે, સાયબર સુરક્ષા નિષ્ણાતો દાવો કરે છે કે આ એપ્લિકેશન્સમાં Android/Trojan.HiddenAds છે. એપ ડાઉનલોડ કર્યાના 72 કલાક પછી જ આ ટ્રોજન એક્ટિવ થઈ જાય છે અને ડેટા ચોરી જેવી એક્ટિવિટીઝ કરવા લાગે છે.
આ એપ્સમાં મળી આવ્યા ખતરનાક ટ્રોજન વાયરસ
ટ્રોજન વાયરસ ધરાવતી આ એપ્સમાં બ્લૂટૂથ ઓટો કનેક્ટ એપનો સમાવેશ થાય છે, આ એપને લગભગ 1 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ત્યારે બ્લૂટૂથ એપ સેન્ડર (લગભગ 50 હજાર ડાઉનલોડ), ડ્રાઇવર: બ્લૂટૂથ, વાઇ-ફાઇ, યુએસબી (10 હજારથી વધુ ડાઉનલોડ્સ) અને મોબાઇલ ટ્રાન્સફર: સ્માર્ટ સ્વિચ (લગભગ 1 હજાર ડાઉનલોડ્સ)માં ખતરનાક ટ્રોજન વાયરસની પણ પુષ્ટિ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ છે તો તેને તરત જ ડિલીટ કરી નાખો.
આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ- લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ
આ એપ્સ છે જોખમી
તાજેતરમાં, કમ્પ્યુટર સપોર્ટ ફર્મએ પણ પાંચ Android એપ્લિકેશનોને ઉપકરણોમાંથી તુરંત જ દૂર કરવાની સલાહ આપી છે. આ એપ્લિકેશનો My Finances Tracker, File Manager Small, Lite, Zetter Authentication, Codice Fiscale 2022 અને Recover Audio, Images & Videos છે. આ એપ્સને પણ તરત જ ડિલીટ કરો.