ફટાફટ કામ પતાવી લેજો. જુનમાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જાણો તારીખો…

 News Continuous Bureau | Mumbai

જો તમે તમારું બેન્કિંગ કામ જૂનમાં પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો, તો કેલેન્ડર જોઈને બેંકમાં(bank) જજો. નહીં તો બેંકનો ખોટો ધક્કો થઈ શકે છે. કારણ કે જૂનમાં 12 દિવસ બેંક બંધ(Bank closed) રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જૂન મહિનાની બેંક રજાઓની(Bank holidays) યાદી બહાર પાડી છે.

જૂન મહિનામાં આવતી કેટલીક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંકળાયેલી હોય છે. તેથી, બેંક રજાઓ રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે. ઉપરાંત, RBIની માર્ગદર્શિકા(Guidelines) અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

આ સમાચાર પણ વાંચો :  રાકેશ ઝુનઝુનવાલાની નવી એરલાઈન્સ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે. જુઓ ફોટો…. શું તમને લાગે છે કે આ એરલાઇન્સ સફળ થશે?

જૂન 2022 માં બેંક રજાઓની સૂચી નીચે મુજબ છે.

2 જૂન – મહારાણા પ્રતાપ જયંતિ / તેલંગાણા સ્થાપના દિવસ – હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા.

3 જૂન – શ્રી ગુરુ અર્જુન દેવજીનો શહીદ દિવસ – પંજાબ.

જૂન 5 (રવિવાર) – સાપ્તાહિક રજા.

જૂન 11 (શનિવાર) – બીજા શનિવારની બેંક રજા.

જૂન 12 (રવિવાર) – સાપ્તાહિક રજા.

જૂન 14 – પ્રથમ રાજા / સંત ગુરુ કબીર જયંતિ – ઓડિશા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ.

15 જૂન – રાજા સંક્રાંતિ – YMA દિવસ / ગુરુ હરગોવિંદ નો જન્મદિવસ – ઓરિસ્સા, મિઝોરમ, જમ્મુ અને કાશ્મીર.

જૂન 19 (રવિવાર) – સાપ્તાહિક રજા.

22 જૂન – ખાર્ચી પૂજા (ત્રિપુરા).

જૂન 25 (શનિવાર) – ચોથો શનિવાર બેંક રજા.

26 જૂન (રવિવાર) સાપ્તાહિક રજા.

30 જૂન – રામના ની – મિઝોરમ.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *