Site icon

સોમવારના 23 ઑગસ્ટના દેશભરમાં ઝવેરીઓની સાંકેતિક હડતાલને લઈને જુદાં-જુદાં ઍસોસિયેશનમાં જ થઈ ફાટફૂટ; જાણો વિગત?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
સોનાના દાગીના પર હૉલમાર્કિંગ અને છ ડિજિટના હૉલમાર્કિંગ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID)ને કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. એના વિરોધમાં સોમવારના 23 ઑગસ્ટના દેશભરમાં ઝવેરીઓ સાંકેતિક હડતાલ કરવાના છે. જોકે આ હડતાલને લઈને દેશના  જુદાં-જુદાં ઍસોસિયેશનમાં જ અંદરોઅંદર  ફાટફૂટ થઈ હોવાની વિગત બહાર આવ છે. ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન સાથે જોડાયેલા લગભગ 120 જેટલાં ઍસોસિયેશનના સભ્યો આ હડતાલમાં જોડાવાના નથી.

દેશમાં બ્યુરો ઑફ સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હૉલમાર્કિંગની પ્રક્રિયા અને HUID ફરિજયાત કરવામાં આવ્યું છે. એના વિરોધમાં  નૅશનલ ટાસ્ક ફોર્સના આદેશ પર દેશભરના ઝવેરીઓએ સોમવાર 23, ઑગસ્ટ 2021ના એક દિવસીય લાક્ષણિક હડતાલ કરવાની જાહેરાત કરી છે. દેશભરના જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડ્રસ્ટ્રી અને ગોલ્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં 350 ઍસોસિયેશન તથા ચાર ઝોનનાં ફેડરેશનનું નૅશનલ ટાસ્ક ફોર્સ બન્યું છે. દેશભરમાં હૉલમાર્કિંગની પ્રક્રિયા સરળતાથી પાર પડે અને ઝવેરીઓને કોઈ જાતની અડચણો આવે નહીં એ માટે નૅશનલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે.

માનવતાની વાતો કરતા તાલિબાનીઓનો બેનકાબ થયો ચહેરો, જે પાર્કમાં તાલિબાનોએ મોજમજા કરી હતી એ જ પાર્કમાં ચાંપી દીધી આગ; જુઓ વીડિયો
 

Join Our WhatsApp Community

જોકે  આ હડતાલમાં ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન સાથે જોડાયેલાં દેશભરનાં 120 ઍસોસિયેશનના હીરા-ઝવેરાતના ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ આ હડતાલમાં ભાગ લેશે નહીં એવી જાહેરાત કરી છે.

ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન  હૉલમાર્કિંગ અને HUIDને સમર્થન આપે છે. ફેડરેશનના જનરલ સેક્રેટરી નિતિન કેડિયાના જણાવ્યા પ્રમાણે ફેક હૉલમાર્કિંગ થતું હોય તો રિટેલને ફક્ત HUID બચાવી શકે છે. એથી ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન હૉલમાર્કિંગ અને HUID બંનેને સમર્થન કરે છે. જોકે મુંબઈ, દિલ્હી અને રાજકોટ સહિત દેશનાં અનેક મહત્ત્વનાં શહેરોમાં જે મોટા રિટેલર છે, જેઓ આખા વર્ષ દરમિયાન 100 કિલો અથવા એનાથી વધુ સોનું વેચે છે, જેમાં થોડું ઉપર-નીચે કરીને પણ 25-50 લાખ રૂપિયા કમાઈ લેતા હોય છે. તેમની HUIDની કારણે આ  કમાણી બંધ થઈ જશે. હકીકતમાં HUIDને લઈને રત્ન અને ઝવેરાત ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. 

સાવધાન : ડી-માર્ટની આ લિન્ક ખોલવાથી તમારી બૅન્કની માહિતી લીક થઈ શકે છે, સાયબર પોલીસે આપી ચેતવણી; જાણો વિગત

 

Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Reliance Q3 Results: મુકેશ અંબાણીની નેટવર્થમાં ભારે ઘટાડો, $100 Billion ના ક્લબમાંથી થયા બહાર; જાણો રિલાયન્સના રિઝલ્ટ પહેલા કેમ ગભરાયા રોકાણકારો
Gold Silver Price: રોકાણકારો માલામાલ, મધ્યમવર્ગ પરેશાન! ચાંદીમાં 14,000નો તોતિંગ ઉછાળો, સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે આ તેજી પાછળનું કારણ
Exit mobile version