News Continuous Bureau | Mumbai
- ગોદરેજ આવતા વર્ષના અંત સુધીમાં લિ-આયન સેલ્સના 100% સ્થાનિકીકરણનું લક્ષ્ય રાખે છે- જે ભારતમાં પ્રથમ વખત થશે
Godrej & Boyce: ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ અને ગ્રીન એનર્જી સોલ્યુશન્સ માટેની પ્રબળ જરૂરિયાત વચ્ચે, ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપનો એક ભાગ, એટલે કે ગોદરેજ એન્ડ બોયસ તેની નવીનતમ ઇનોવેશન સાથે ફરી એકવાર બધાથી આગળ છે. આ ગ્રુપના મટિરિયલ હેન્ડલિંગ બિઝનેસે સ્વદેશી રીતે વિકસિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) દર્શાવતી લિથિયમ-આયન બેટરી સંચાલિત ફોર્કલિફ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એક ભારતીય ઉત્પાદક દ્વારા આ પ્રકારની ઓફરિંગ સૌથી પહેલી વખત કરવામાં આવી છે. આ ઉકેલ આત્મનિર્ભર અને સુરક્ષિત લિ-આયન બેટરી સિસ્ટમ પ્રદાન કરીને ભારતના મટેરીઅલ હેન્ડલિંગ સેક્ટરની મહત્વપૂર્ણ જરૂરિયાતો પુરી કરે છે.
લિ-આયન ટેક્નોલોજીના ફાયદા વ્યાપક અને પરિવર્તનકારી છે, જે પરંપરાગત લીડ-એસિડ બેટરીની તુલનામાં બેટરીને 4 ગણા વધુ લાંબુ જીવન પ્રદાન કરે છે. લી-આયન બેટરી 5,000 ચાર્જ સાયકલ પ્રદાન કરે છે, જે લીડ-એસિડમાં 1,200 હતું, અને આમ, લાંબા ગાળાના રોકાણને ઘટાડે છે. તે ઓપોર્ચ્યુનિટી ચાર્જિંગને સક્ષમ કરે છે, ચાર્જિંગ દરમિયાન શૂન્ય ઉત્સર્જન કરે છે અને જાળવણીની જરૂરિયાત ઓછી હોઈ છે. 20% થી 80% સુધી ચાર્જ થવામાં લીડ-એસિડ માટે 6 કલાકની સરખામણીમાં લિ-આયન માટે માત્ર 2.5 કલાકનો સમય લાગે છે, અને આમ, 30% ઓછી ઉર્જાનો વપરાશ થાય છે. લિ-આયન બેટરી 2 અને 3 ટન ફોર્કલિફ્ટ માટે 15% વધુ રન ટાઈમ આપે છે. મોડ્યુલર ડિઝાઇન શ્રેષ્ઠ કામગીરીમાં મદદ કરે છે. ગોદરેજ એન્ડ બોયસ આ ટેક્નોલોજીને અન્ય મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. ઓટોમોટિવ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિટેલ સહિત ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય મુખ્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આનાથી લાભ થશે.
આ સમાચાર પણ વાંચો: PM-JANMAN: મહુવા તાલુકાના ૧૪ ગામોમાં આદિમ જૂથ માટે પીએમ જનમન કેમ્પ યોજાશે
ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના ભાગ, ગોદરેજ એન્ડ બોયસ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અનિલ વર્માએ જણાવ્યું હતું કે, “ભારતનું લોજિસ્ટિક્સ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ તબક્કે છે, જે ઓટોમોટિવ, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિટેલ સહિત ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં ગ્રાહકની વધતી માંગને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કારણે મજબૂત વૃદ્ધિનો હાંસલ કરી રહ્યું છે. ગોદરેજ એન્ડ બોયસ ખાતે, અમે ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જે આ વૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે આધુનિક સપ્લાય ચૈનના જટિલ પડકારોનો સામનો કરીને અત્યાધુનિક, ટેક્નોલોજી-સક્ષમ ઉકેલોને એકીકૃત કરવા પર અમારું ધ્યાન કરી રહ્યાં છીએ. આ નવીનતાઓ કામગીરીની કાર્યક્ષમતા વધારવા અને ક્ષેત્રમાં સતત પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે. ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને અનુકૂલનશીલ બનાવીને, રાષ્ટ્ર નિર્માણ અને નવીનતા પ્રત્યેની આ પ્રતિબદ્ધતા દ્વારા ભારતના લોજિસ્ટિક્સનું ભવિષ્ય ઘડવામાં આવશે.”
ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, અનિલ લિંગાયતે જણાવ્યું હતું કે, “સ્વદેશી રીતે વિકસિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ દર્શાવતી અમારા લિ-આયન પાવર્ડ ફોર્કલિફ્ટ ટ્રકો લોન્ચ કરીને અમને ખુબ આનંદ થઇ રહ્યો છે. આ લોન્ચ ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રત્યેની અમારે પ્રતિબદ્ધતા અને મટિરિયલ હેન્ડલિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર ક્ષમતાઓના નિર્માણ પર ભાર મૂકે છે. એન્જિનિયરિંગમાં અમારી કુશળતાનો લાભ લઈને, અમે એક એવો ઉકેલ બનાવ્યો છે જે સુરક્ષાને વધારે છે અને પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવે છે. અમારું માનવું છે કે આ એક પરિવર્તનકારી યાત્રાની શરૂઆત છે જે મટીરીયલ હેન્ડલિંગમાં ક્રાંતિ લાવશે અને આત્મનિર્ભરતા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાથી શું શક્ય છે તેની પુન: કલ્પના કરવા દેશભરના ઉદ્યોગોને પ્રેરણા આપશે.”
આ સમાચાર પણ વાંચો: Dahi Handi 2024: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવની ધૂમ, દહીં હાંડી ઉત્સવ દરમિયાન આટલા ગોવિંદા થયા ઇજાગ્રસ્ત..
Log9 મટિરિયલ્સ સાથે ભાગીદારીમાં વિકસિત આ નવી બેટરી સિસ્ટમ ભારતમાં સંપૂર્ણપણે ડિઝાઇન કરેલી અને બનાવવામાં આવેલી પ્રોપ્રાઇટરી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સાથે 30% સ્થાનિક ઉત્પાદન સાથે લિથિયમ-આયન સેલ્સને એકીકૃત કરે છે. ગોદરેજે આવતા વર્ષ સુધીમાં સેલ માટે 100% સ્થાનિકીકરણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
પરંપરાગત રીતે, ભારતીય બજાર ઈમ્પોર્ટ કરેલી બેટરીઓ અને બીએમએસ સિસ્ટમ્સ પર ખૂબ આધાર રાખે છે, જે મુખ્યત્વે ચીનમાંથી પ્રાપ્ત થાય છે. આ ટેક્નોલૉજીનું સ્થાનિકીકરણ “મેક ઇન ઇન્ડિયા” વિઝન અને સ્થિતિસ્થાપક સ્થાનિક સપ્લાય ચૈનને પ્રોત્સાહન આપવા માટેના તેના સમર્પણ માટે ગોદરેજની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.