News Continuous Bureau | Mumbai
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. લગ્નસરાની સીઝનની શરૂઆત થતા જ સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.
આજે શરુઆતના કારોબારમાં સોનું ઉછળીને રુ.51 હજાર તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 60 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.14 ટકા ઉછળીને 50,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.35 ટકા ઘટીને 60,398 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
લગ્ન માટે સોના અને ચાંદીના દાગીના ખરીદનારાઓ માટે સારી તક છે કારણ કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,939 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6252 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: નવું સીમ કાર્ડ ખરીદવું બન્યું વધુ મુશ્કેલ- હવે આ ડોક્યુમેન્ટ નહીં રહે માન્ય- જાણો નવા નિયમો
શહેર 22 કેરેટ 24 કેરેટ
ચેન્નઈ ₹47,750 ₹52,100
મુંબઈ ₹46,900 ₹51,160
દિલ્હી ₹47,050 ₹51,330
કોલકાતા ₹46,900 ₹51,160
પુણે ₹46,930 ₹51,190
નાગપુર ₹46,930 ₹51,190
નાશિક ₹46,930 ₹51,190
આ સમાચાર પણ વાંચો: આવતીકાલે 2022 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ- જાણો ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે