Site icon

Gold Import Dubai:હવે દુબઈથી સોનાની આયાત સરળ નહીં રહે, આયાત માટે કરવું પડશે આ નિયમનું પાલન…

Gold Import Dubai India tightens gold and silver imports from UAE to curb misuse of trade looph

Gold Import Dubai India tightens gold and silver imports from UAE to curb misuse of trade looph

News Continuous Bureau | Mumbai

 Gold Import Dubai:હવે દુબઈથી સોનું લાવવું પહેલા જેટલું સરળ નહીં હોય. કારણ કે મોદી સરકારે સોનાની આયાતના નિયમો કડક કર્યા છે. ભારત સરકારે એક મોટું પગલું ભરતા, કાચા અથવા અર્ધ-તૈયાર અને પાવડર સ્વરૂપમાં સોના અને ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. હવે, નવા નિયમ મુજબ, ભારત અને યુએઈ વચ્ચેના વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હેઠળ પરવાનગી ધરાવતી એજન્સીઓ અથવા ઝવેરીઓ જ તેની આયાત કરી શકશે. નાણાકીય વર્ષ 2026 ના બજેટમાં લેવામાં આવેલા નિર્ણય બાદ સરકારે આ જાહેરાત કરી હતી.

Gold Import Dubai: બજેટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

 મહત્વનું છે કે બજેટમાં કેન્દ્ર સરકારે HS (હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ) કોડ બદલવાનો ઉલ્લેખ કર્યો હતો. HS કોડ એક એવો નંબર છે જે જણાવે છે કે કઈ વસ્તુ આયાત થઈ રહી છે અને કઈ વસ્તુ નિકાસ થઈ રહી છે. સરકારે બજેટમાં ગોલ્ડ ડોર, સિલ્વર ડોર અથવા 99 ટકાથી વધુ પ્લેટિનમ ધરાવતી વસ્તુઓ માટે HS કોડ અથવા ટેરિફ કોડ રજૂ કરવાની વાત કરી હતી.

 Gold Import Dubai: કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે કેટલાક લોકો દુબઈથી 99 ટકા શુદ્ધ સોનું લાવે છે અને તેને પ્લેટિનમ એલોય તરીકે લેબલ કરીને ઓછો ટેક્સ ચૂકવે છે. આ લોકો ભારત અને UAE વચ્ચેના CEPA કરાર હેઠળ ઓછા ચાર્જનો લાભ લે છે. આને રોકવા માટે, સરકારે પ્લેટિનમ માટે એક અલગ HS કોડ રજૂ કર્યો. આ કારણે, સોનાને પ્લેટિનમ તરીકે આયાત કરી શકાશે નહીં, જ્યારે 99 ટકા કે તેથી વધુ શુદ્ધ પ્લેટિનમ સિવાયના કોઈપણ એલોયમાં પ્લેટિનમની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor : પાકિસ્તાન ભુખમરીના કાંઠે! કૃષિ સંકટ અને વિદેશી સહાયમાં ઘટાડાથી સ્થિતિ વણસી..

 Gold Import Dubai:  ભારતને યુએઈથી વાર્ષિક 200 મેટ્રિક ટન સોનું 1 ટકાની છૂટ સાથે આયાત કરવાની છૂટ

જણાવી દઈએ કે ભારત-યુએઈ સીઈપીએ કરાર હેઠળ, ભારતને યુએઈથી વાર્ષિક 200 મેટ્રિક ટન સોનું 1 ટકાની છૂટ સાથે આયાત કરવાની છૂટ છે. જોકે, આ માટે TRQ (ટેરિફ રેટ ક્વોટા) લાઇસન્સ ધારક હોવું જરૂરી છે. આનાથી સોનાની આયાતમાં પારદર્શિતા લાવવાની સાથે કરચોરીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

 

 

Exit mobile version