ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
કરદાતાઓને થઈ રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે GST માફીની યોજનાનો લાભ લેવાની અંતિમ મુદત વધારી દીધી છે. હવે કરદાતાઓ 30 નવેમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકશે તેમ જ GST રિટર્ન ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ દાખલ કરવાની અંતિમ મુદત પણ વધારીને 31 ઑક્ટોબર સુધી કરી નાખવામાં આવી છે.
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના નવા આઈ-ટી પૉર્ટલને કારણે કરદાતાઓને કરવેરા ભરવામાં અનેક પ્રકારની અડચણો આવી રહી છે. એથી કેન્દ્ર સરકારે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ લૉ હેઠળ આવતા જુદા-જુદા કમ્પલાયન્સની મુદત વધારાવાની સાથે જ GST લૉ હેઠળ કરદાતાઓને થતી તકલીફને પગલે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. એમાં ઈક્વલાઇઝેશન લેવી માટે સ્ટેટમેન્ટ ફાઈલ કરવાથી લઈ અને રેમિટન્સ માટે વિવરણ દાખલ કરવા સંબંધી વિવિધ અનુપાલનનો સમાવેશ થાય છે. એ સિવાય GST એમનેસ્ટી સ્કીમ એટલે કે GST માફીની યોજનાને પણ 30 નવેમ્બર સુધી તો વધારી દેવામાં આવી છે. આ યોજના હેઠળ માસિક GST રિટર્ન દાખલ કરવામાં વિલંબ માટે ઓછો શુલ્ક ભરવો પડે છે.
GST રિટર્ન ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ(EVC)ની મુદત 31 ઑક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. એ સિવાય 2020-21 માટેના ફૉર્મ-એકમાં ઈક્વલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટેની મુદત પણ 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ આ મુદત 30 જૂન, 2021 સુધીની હતી.
સાવધાન! 1 સપ્ટેમ્બરથી લેણદેણના બદલાઈ જશે આ નિયમો; જાણો વિગત
જૂન અને સપ્ટેમ્બર માટે રેમિટન્સ સંબંધમાં ડીલરો દ્વારા રજૂ કરવામાં આવતાં ક્વૉર્ટર્લી સ્ટેટમેન્ટને 15 સીસીમાં ક્વૉર્ટર્લી સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટેની મુદત પણ 30 નવેમ્બર અને 31 ડિસેમ્બર કરી નાખવામાં આવી છે. અગાઉ આ મુદત અનુક્રમે 15 જુલાઈ અને 15 ઑક્ટોબર હતી.