News Continuous Bureau | Mumbai
દેશમાં ટેક્સ કલેક્શન(Tax collection) મોરચે એક સારા સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલય (finance ministtry) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે.
ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન(GST Collection in October) રૂ. 1,51,718 કરોડ હતું અને તેમાંથી સીજીએસટી રૂ. 26,039 કરોડ હતો. SGSTનું યોગદાન રૂ. 33,396 કરોડ છે અને IGSTનું યોગદાન રૂ. 81,778 કરોડ છે. જેમાં આયાત માલનો આંકડો 37,297 કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે, સેસ 10,505 કરોડ રૂપિયા છે, જેમાંથી 825 કરોડ રૂપિયા માલની આયાતમાંથી મેળવવામાં આવ્યા છે. આ અત્યાર સુધીનો સતત નવમો અને આઠમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. આ છેલ્લા 6 મહિનામાં સૌથી ઉંચુ સ્તર છે અને GST લાગુ થયા પછીનું બીજું સૌથી ઉંચુ સ્તર છે.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના ટળી – માથેરાન મીની ટ્રેનના ટ્રેક પર જોવા મળ્યા રેલવે ટ્રેકના ટુકડા- લોકો પાયલટે આ રીતે બચાવ્યા પ્રવસીઓના જીવ