ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કાર્ટેલ રચવા બદલ યુરોપિયન યુનિયને ચાર બેંકોને કુલ ૩૯ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે તેમ યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું છે. ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડિંગ કાર્ટેલમાં સાંઠગાંઠ રચવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્ટલ રચવાને કારણે આ બેંકોને કરન્સી ડીલમાં રહેલા જાેખમનો ઓછો સામનો કરવો પડતો હતો. સૌથી વધુ ૨૦ કરોડ ડોલરનો દંડ એચએસબીસીને ફટકારવામાં આવ્યો છે. જ્યારે ક્રેડિટ સુઇસ, આરબીએસ અને બ્રાકલેસને ઓછો દંડ થયો છે. ઇયુના એક્ઝિક્યુટીવ પાંખ યુરોપિયન કમિશનના જણાવ્યા અનુસાર યુબીએસને દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે કારણકે તેણે કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. કમિશનના વાઇસ પ્રેસિડન્ટ માર્ગરેથે વેસ્ટાગેરે જણાવ્યું હતું કે પાંચ બેંકોની સાઠગાંઠને કારણે નાણાકીય સેક્ટરની અખંડિતતા યુરોપિયન આૃર્થતંત્રના ભોગે જાેખમમાં મૂકાઇ ગઇ હતી. કમિશને વધુમાં જણાવ્યું છે કે વિવિધ ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડર્સે સંવેદનશીલ માહિતી અને ટ્રેડિંગ પ્લાનની આપલે કરી હતી. કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેંકોએ કેટલીક વખત સ્ટર્લિંગ લેડ્સ નામના ઓનલાઇન પ્રોફેશનલ ચાર્ટ રૂમ દ્વારા ટ્રેડિગ સ્ટ્રેટિજી કોઓર્ડિનેટ કરી હતી. યુબીએસે આ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હોવાથી તેને ૧૦.૬ કરોડ ડોલરના દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. યુરોપિયન યુનિયનને તપાસમાં સહકાર આપવા બદલ બાર્કલેસ, આરબીએસ અને એચએસબીસીને દંડમાં રાહત આપવામાં આવી છે.