23 વર્ષના ધનકુબેર શાશ્વત નકરાણીને તમે ઓળખો છો? 1,000 કરોડથી વધુ સંપત્તિનો માલિક છે, ભારતમાં માત્ર 1,000 લોકો પાસે 1,000 કરોડથી વધુ રૂપિયા છે; જાણો ભારતીય ધનકુબેરોનું નવુ લિસ્ટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

શુક્રવાર 

કોરોના મહામારીમાં અનેક લોકો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. આવા સંજોગોમાં પણ ભારતીય ઉદ્યોગપતિઓ અને ધનાઢ્યોની સંપિત્તિમાં સતત વધારો જ થયો છે. IIFL (ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ) વેલ્થ હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2021ના આંકડા મુજબ ભારતનાં 110 શહેરોમાં 1,009 વ્યક્તિઓ પાસેથી 1,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે. એમાં ભારતના 23 વર્ષના સૌથી નાની વયના શાશ્વત નકરાણીનો પણ સમાવેશ થાય છે. ભારતના સૌથી શ્રીમંતોની યાદીમાં  મુકેશ અંબાણી 10મા વર્ષે પણ ભારતના નંબર વન ધનાઢ્ય રહ્યા છે, તો બીજા નંબરે ગૌતમ અદાણી રહ્યા છે.

ભારતના ધનાઢ્યોની યાદીમાં સ્થાન મેળવનાર શાશ્વત નકરાણી પે પેમેન્ટ પ્લૅટફૉર્મ ભારત-પેના સ્થાપક છે. જાતમહેનતે તેઓ આ મુકામે પહોંચ્યા છે. કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા એ દરમિયાન જ તેમણે ભારત-પેની સ્થાપના કરી હતી. નકરાણી આ યાદીમાં સામેલ 1990ના દાયકા બાદ જન્મેલા 13 વ્યક્તિઓમાંના એક છે. આ તમામ લોકોએ પોતાની કંપની સ્થાપીને જાતમહેનતે ધનકુબેર બન્યા છે.

IIFL વેલ્થ હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2021 એ જાહેર કરેલા ધનકુબેરોના લિસ્ટમાં ધનાઢ્યોની કુલ સંયુક્ત સંપત્તિમાં 51 ટકાનો વધારો થયો છે. જ્યારે સરેરાશ સંપત્તિ વૃદ્ધિનો દર 25 ટકા રહ્યો છે.

આજથી તમારા પેમેન્ટ વોલેટથી કોઈ પેમેન્ટ બાઉન્સ થાય તો ચિંતા નહીં કરતા : સરકારી નિયમ બદલાયો છે, શું કરવું પડશે તમારે? જાણો અહીં

ભારતના 2021ના ટોચના 10 ધનાઢ્યોની યાદી અને તેમની સંપત્તિની યાદી નીચે મુજબ છે.

નામ કુલ સંપત્તિ (કરોડ રૂ.માં) વૃદ્ધિ (ટકા)
મુકેશ અંબાણી   7,18,000 9
ગૌતમ અદાણી   5,05,900 261
શિવ નાદાર પરિવાર   2,36,600  67
એસપી હિન્દુજા પરિવાર  2,20,000  53
લક્ષ્મી મિત્તલ પરિવાર  1,74,400   187
સાયરસ પાલોનજી પરિવાર 1,63,700 74
રાધાકૃષ્ણ દામાણી પરિવાર 1,54,300 77
વિનોદ શાંતિલાલ અદાણી 1,31,600 212
કુમાર મંગલમ્ બિરલા પરિવાર 1,22,200   230
જય ચૌધરી 1,21,600  85

                    

                                 

                             

                      

                  

                   

               

                   

                    

 

                                   

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment