Site icon

Hyundai Motors IPO: દેશનો સૌથી મોટો IPO આવી રહ્યો છે, Hyundai કરી રહી છે મોટી તૈયારી..જાણો શું છે આ પ્લાન.. .

Hyundai Motors IPO:મારુતિ સુઝુકી પછી ભારતની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની, હ્યુન્ડાઈ દેશનો બીજો સૌથી મોટો IPO લઈને આવી રહી છે. આ IPOમાં નવા શેર જારી કરાશે નહીં. દક્ષિણ કોરિયાની બહાર હ્યુન્ડાઈનું આ પ્રથમ લિસ્ટિંગ હશે.

Hyundai Motors IPO Country's biggest IPO is coming, Hyundai is making big preparations.. Know what is this plan..

Hyundai Motors IPO Country's biggest IPO is coming, Hyundai is making big preparations.. Know what is this plan..

News Continuous Bureau | Mumbai  

 Hyundai Motors IPO: દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈ મોટર હવે તેના ભારતીય યુનિટમાં 17.5 ટકા સુધીનો હિસ્સો ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા વેચવાનું વિચારી રહી છે. કંપની આટલો હિસ્સો વેચીને લગભગ ત્રણ અબજ ડોલર એકત્ર કરવા માંગે છે. જો આમ થશે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી દેશમાં સૌથી મોટો IPO સરકારી વીમા કંપની LICનો હતો, જે 2022માં આવ્યો હતો. તેનું મૂલ્યાંકન $2.7 બિલિયન હતું. 

Join Our WhatsApp Community

ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ( Hyundai Motor India ) ટૂંક સમયમાં માર્કેટ રેગ્યુલેટર સેબી ( SEBI ) પાસે આઈપીઓ માટે દસ્તાવેજો ફાઈલ કરી શકે છે. મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક હ્યુન્ડાઈ IPOમાં કોઈ નવા શેર ( Stock Market ) જારી કરશે નહીં. હ્યુન્ડાઈની હરીફ મારુતિ સુઝુકી ઈન્ડિયાની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં તેના શેરની કિંમતમાં 24.35 ટકાનો વધારો થયો હતો.

 Hyundai Motors IPO:હ્યુન્ડાઈના કુલ વૈશ્વિક વેચાણમાં ભારતીય યુનિટનો હિસ્સો 14 ટકા છે…

  દક્ષિણ કોરિયાની બહાર હ્યુન્ડાઈનું આ પ્રથમ લિસ્ટિંગ ( Share Listing ) હશે. થોડા દિવસો પહેલા, હ્યુન્ડાઈના ભારતીય યુનિટનું મૂલ્ય $30 બિલિયન આંકવામાં આવ્યું હતું. IPOનો હેતુ દેશમાં હ્યુન્ડાઈના વિસ્તરણને વેગ આપવા અને ભંડોળ માટે તેની કોરિયન પેરેન્ટ કંપની પર તેની નિર્ભરતા ઘટાડવાનો છે. હ્યુન્ડાઈના કુલ વૈશ્વિક વેચાણમાં ભારતીય યુનિટનો હિસ્સો 14 ટકા છે. IPO પછી તેમાં વધુ વધારો થવાની હાલ ધારણા છે.

આ સમાચાર  પણ વાંચો : Ranjit Savarkar : નાસિકના ત્ર્યંબકેશ્વરથી અશુદ્ધ પ્રસાદ વિક્રીને રોકવા માટે હવે શુદ્ધ પ્રસાદ ચળવળ શરુ, પ્રસાદ વિક્રેતાઓને મળશે હવે OM પ્રમાણપત્ર..

હ્યુન્ડાઈએ 1998માં ભારતમાં તેનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો અને 2008માં બીજો સ્થાપ્યો હતો. આ વર્ષે એપ્રિલમાં હ્યુન્ડાઈ મોટર ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરપર્સન યુઈસુન ચુંગે ભારતમાં બિઝનેસને મજબૂત બનાવવાનું વિઝન રજૂ કર્યું હતું. જેમાં હ્યુન્ડાઈ વાસ્તવમાં તેના વાહનો માટે ભારતનો ઉપયોગ નિકાસ કેન્દ્ર તરીકે કરવા માંગે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version