News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની9Insurance Company) લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના IPOની રોકાણકારો(Investors) આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે 4 મેના LICનો IPO ઓપન થવાનો છે અને આ ઈશ્યુ 9 મે સુધી સબસ્ક્રાઇબ(Subscribe) કરી શકાશે. આ દરમિયાન અનલિસ્ટેડ માર્કેટમાં LICના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચી ગયું છે. IPO ની તારીખ જાહેર થઈ ગયા બાદ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
LICએ IPO માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ રાખી છે. ગ્રે માર્કેટ(grey market) પર નજર રાખનારા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં LICના શેરનો ભાવ 1035 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો હતો. જે તેની 495 રૂપિયાની ઉપર ની પ્રાઈસ બેન્ડ કરતા 85 રૂપિયા એટલે કે 9 ટકા વધારે છે. 29 એપ્રિલે LICના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 70-80 રૂપિયા હતું જ્યારે પ્રથમ દિવસે 60-70 રૂપિયા હતું.
LIC પોતાના IPO દ્વારા 21,000 કરોડ રૂપિયા ઉભા કરવાની છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે અગાઉથી જ આ IPO ઓપન થઈ ગયો છે અને થોડા કલાકોમાં જ તે ઓવર સબસ્ક્રાઈબ્ડ થઈ ગયો હોવાનું કહેવાય છે. LIC એ અંદાજીત 5.93 કરોડ શેર્સ એન્કર ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખ્યા છે અને તે આનાથી અપર પ્રાઈસ બેન્ડ પર 5,630 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!!! IPO ખુલવા પહેલા જ LICના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ ગણો વધારો
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ એન્કર ઈન્વેસ્ટર્સ માં બોલી લગાવનારાઓમાં નોર્જીસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને જીઆઈસી પણ સામેલ છે. નોર્જીસ બેંક નોર્વેના સોવેરિયન વેલ્થ ફંડ છે જ્યારે જીઆઈસી સિંગાપોરનું સોવેરિયન વેલ્થ ફંડ(Sovereign Wealth Fund) છે.
સરકાર IPO દ્વારા LICમાં પોતાનો 3.5 શેર કે 22.12 કરોડ શેર વેચી રહી છે. હાલમાં LICની 100 ટકા ભાગીદારી સરકાર પાસે છે અને IPO બાદ સરકારી ભાગીદારી ઘટીને 96.50 ટકા થઈ જશે. આ IPO માટે 15 શેરના લોટ મુજબ બોલી લગાવી શકાશે. અપર પ્રાઈસ બેન્ડ પર એક લોટની કિંમત 14,235 રૂપિયા હશે. રિટેલ રોકાણકારો(Retail investors) ઓછામાં ઓછા એક લોટ અને વધારેમાં વધારે 14 લોટ માટે બોલી લગાવી શકશે.