News Continuous Bureau | Mumbai
Jio Mobile Recharge Hike: દેશમાં હવે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો મોઘો પડશે. કારણ કે, રિલાયન્સ જિયોએ ( Reliance Jio ) હવે તેના તમામ રિચાર્જ પ્લાનોના ભાવ વધારી દીધા છે. જિયો જે સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરતું હતું, તે હવે પહેલા કરતા વધુ કિંમતે ઉપલબ્ધ થશે. મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપનીએ તેના 45 કરોડથી વધુ મોબાઈલ ફોન યુઝર્સને મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. નવા Jio પ્લાન 3 જુલાઈ, 2024 થી રિચાર્જ માટે ઉપલબ્ધ થશે. હવે Jioના 155 રૂપિયાના સૌથી સસ્તા પ્લાનની કિંમત વધીને 189 રૂપિયા થઈ જશે, એટલે કે આ પ્લાનમાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સૌથી મહત્વની વાત એ છે કે Jio લગભગ અઢી વર્ષ પછી તેના ટેરિફ પ્લાનોમાં ( Recharge Plan ) વધારો કરી રહ્યું છે. Jioના પ્લાનની ( Jio Plan ) કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો થયો છે. આ બાદ ભારતી એરટેલ અને વોડાફોન પણ તેના ટેરિફ પ્લાનોમાં ( tariff plan ) જલ્દી જ વધારો કરી શકે છે. હાલ જીઓ ટેલિકોમ કંપનીએ ( telecom company ) કુલ 19 પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાંથી 17 પ્રીપેડ ( Pre paid ) અને બે પોસ્ટપેડ પ્લાન ( Post Paid ) છે. તો જાણો Jioના નવા પ્લાન વિશે…
Jio Mobile Recharge Hike: રિલાયન્સ જિયોના નવા રિચાર્જ પ્લાન
-રિલાયન્સ જિયોનો 155 રૂપિયાનો બેઝ પ્લાન મોંઘો થઈ ગયો છે. આ પ્લાન 3 જુલાઈથી 189 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.
-જ્યારે 209 રૂપિયાના રિચાર્જ ( Jio Recharge ) પ્લાનની કિંમત હવે વધીને 249 રૂપિયા થઈ ગઈ છે અને તેની વેલિડિટી પણ 28 દિવસની રહેશે. ગ્રાહકોને આ પ્લાનમાં પહેલા જેવો જ ડેટા લાભ મળતો રહેશે.
આ સમાચાર પણ વાંચો : PV Narasimha Rao: પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને શ્રદ્ધાંજલિ આપી
-239 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેની કિંમત વધારીને 299 રૂપિયા કરવામાં આવી છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. ઉલ્લેખનીય છે કે Jioના આ પેકમાં અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવે છે.
-1 વર્ષની વેલિડિટી સાથે 1599 રૂપિયાના રિચાર્જ પ્લાન માટે ગ્રાહકોને હવે 1899 રૂપિયા ચૂકવવા પડશે.આ પ્લાનમાં કુલ 24GB ડેટા ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે Jio હવે ફક્ત તે પ્રીપેડ પ્લાન્સમાં જ અમર્યાદિત 5G ડેટા ઓફર કરશે જેમાં દરરોજ 2GB અથવા વધુ ડેટા આપવામાં આવે છે. આ ટેરિફ પ્લાનો 3 જુલાઈ, 2024થી લાગુ કરવામાં આવશે. Jioના પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો, કંપનીએ તેના રૂ. 299 પ્લાનની કિંમત વધારીને રૂ. 349 કરી દીધી છે. જો તમે 399 રૂપિયાનો પ્લાન લો છો તો તમારે 449 રૂપિયા ખર્ચવા પડશે.