News Continuous Bureau | Mumbai
હીરાના શોખીનો માટે હવે લેબગ્રોન ડાયમંડ(Labgron Diamond) પસંદગીનો હીરો બની રહ્યો છે. અમેરિકા(America) સહિતના અનેક દેશોમાં તેની ડિમાન્ડ વધુ છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં(Diamond Industry of Surat) હવે લેબગ્રોન ડાયમંડના નવા ઉદ્યોગનો ઉદય થયો છે. સાચ્ચા હીરાની સરખામણીમાં સસ્તો મળતો લેબગ્રોન ડાયમંડ દિવસેને(Diamond Day) દિવસે બજારમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. જોકે હીરા બજાર(Diamond market) સાથે સંકળાયેલા અમુક વેપારીઓના કહેવા મુજબ સાચ્ચા હીરાનું સ્થાન લેબગ્રોન લઈ શકશે નહીં.
ડાયમંડ સિટી(Diamond City) તરીકે ઓળખાતા સુરત(Surat) શહેરમાં વિશ્વના દસમાંથી નવ હીરાનું કટિંગ અને પોલીશનું કામ થતું જોવા મળે છે અને હવે લેબગ્રોન ડાયમંડમાં પણ સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર (Production center) સુરત બની રહ્યું છે. તેના ઉત્પાદનને લઈને સુરતના વેપારીઓએ(Traders of Surat) છેલ્લા એક વર્ષમાં 8,500 કરોડનો વેપાર કર્યા હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા. લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ (c) સુરતથી થાય છે. સુરતમાં અત્યાર સુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે. પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડનો વેપાર હતો. જેમાં કટીંગ અને પોલીસિંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થતા હતા. નફો કમાવવા માટે કેટલાક વેપારીઓ દ્વારા ડાયમંડ સાથે સિન્થેટિક ડાયમંડ(Synthetic Diamond) મેળવવામાં આવતા હતા. ધીરે-ધીરે સિન્થેટિક ડાયમંડની માંગ વધવાની સાથે અન્ય દેશમાંથી મંગાવવામાં આવતાં ડાયમંડ હવે ધીરે ધીરે ભારતમાં જ બનવાના શરુ થયા છે. જેને લેબગ્રોન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો સૌથી વધારે જ્વેલરીમાં ઉપયોગ થવા લાગ્યો છે. જેને લઇને સામાન્ય વ્યક્તિ પણ જ્વેલરી ડાયમંડનો શોખ ધરાવતી હોય તો તે આ જ્વેલરી ખરીદી શકે છે. અત્યારે સુરત શહેરમાં કુલ 2500 મશીનો શરૂ છે, જે આંક 5000 પર પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : શેર બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોની દોડ સોના તરફ- સોનું થયું સસ્તું- જાણો વિગતે
સ્થાનિક જવેલરી એસોસિયેશન(Jewellery Association) આગેવાનોના કહેવા મુજબ સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી 10 ફેક્ટરી છે. નાના યુનિટો 300 કરતા વધારે છે. હાલ 2 લાખ કેરેટ દર મહિને સુરતમાં બને છે. ઇન્ડિયન લેબગ્રોન જાડા હોય છે. જ્યારે ચીનના HPHT ડાયમંડ જાડા અને પાતળા હોય છે. ભારતમાં પાતળા લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા વીજળીની ખૂબ જરૂરિયાત હોય છે. ભારતને લેબગ્રોન પાતળા હીરા બનાવવા પરવડે તેમ નથી. ડાયમંડ લઈને સુરત ઉદ્યોગને એક નવી રાહ મળી છે અને મોનોપોલી ધંધો હોવાને લઈને સુરતના ધીરે ધીરે આ ધંધાનો વ્યાપ વધી રહ્યો છે.'
લેબગ્રોન ડાયમંડને સમર્થન આપનારા લોકોના કહેવા મુજબ લેબગ્રોનની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે. અમેરિકા જેવા દેશોમાં તો આ ડાયમંડની ખૂબ જ ડિમાન્ડ વધી છે. રિયલ ડાયમંડની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે. મહત્વની બાબત એ છે કે, જે રિયલ ડાયમન્ડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા(usa) જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આમ તો સુરતમાં નેચરલ ડાયમંડનું (Natural Diamond) કટીંગ અને પોલીશનું સૌથી મોટું કામ કરે છે ડાયમંડ માટે નેચરલ ડાયમંડ કટિંગ કરતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા 40% ફેક્ટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓ પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે. આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં 70% ફેક્ટરી કામ કરતી થઈ જશે. હીરા ઉદ્યોગમાં(Diamond industry) સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી. હવે સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં. કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ ડાયમંડ પ્રોડક્શન થશે. જેથી ચીન કે રશિયા ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં. હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થાય છે અને સુરતમાં જ કટિંગ થશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અલરોસા જેવી કંપની ઉપર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો લાગતા રફ ડાયમંડની અછત ઉભી થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : વિમાનની મુસાફરી થશે મોંધી – જેટ ફ્યૂલના ભાવમાં ફરી કરાયો આટલા ટકાનો વધારો- હવાઈ ઇંધણની કિંમત પહોંચી નવા રેકોર્ડ સ્તરે
મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ સુરતમાં હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે. હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે.
સુરતમાં લેબગ્રોન ડાયમંડનો ઉદ્યોગ ફૂલી ફાલી રહ્યો છે અને લોકોમાં તેની ડીમાન્ડ પણ વધી રહી હોવાનું કહેવાય છે ત્યારે હીરાબજાર સાથે સંકળાયેલા અનેક વેપારીઓ જોકે લેબગ્રોન સામે અણગમો પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ સાચ્ચા હીરાનું સ્થાન કોઈ લઈ શકે નહીં. તેની રીસેલ વેલ્યુ નથી. જે ચમક રીયલ હીરામાં છે તે લેબગ્રોન હીરામાં નથી. આજે ભલે સુરતમાં ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો હોય પણ આગામી દિવસમાં અન્ય દેશોમાં તેનું ઉત્પાદન મોટાપાયા પર થતા સુરતને તગડી કોમ્પીટીશન મળી શકે છે.
જવેલ મેકર વેલ્ફેર એસોસિયેશનના(Welfare Association) પ્રમુખ સંજય શાહએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે લેબગ્રોન નેચરલ નથી. એટલે કે તેને માણસ બનાવે છે, તે સાચા હીરાની જગ્યા કોઈ દિવસ લઈ શકે નહીં. જોકે જેની માટે સાચ્ચા હીરા ખરીદવાનું આર્થિક રીતે પરવડી શકે એમ નથી તો લોકો લેબગ્રોન ખરીદશે. સસ્તા મળતા હોવાથી લોકોમાં તે પસંદગી પામ્યો છે તેની ના નથી. પરંતુ તેની કોઈ રીસેલ વેલ્યુ નથી. ભવિષ્યમાં જો તમારે તે વેચવો હોય તો તેની કોઈ કિંમત મળશે નહીં.
સુરતમાં લેબગ્રોન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે તે બાબતે તેમણે કહ્યું હતું કે ભારત એકલું નથી કે લેબગ્રોન હીરા બનાવે છે.
ઈઝરાયેલ, રશિયા, ચાઈના પણ આ હીરા બનાવે છે. ભવિષ્યમાં હજી કોમ્પીટીશન વધશે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે હીરાનો કાચો માલ ભારત આવતો બંધ થઈ ગયો હતો. સુરતમાં લોકોને ફેક્ટરી ચલાવવી, કામગારોને પગાર આપવો પણ મુશ્કેલ હતો. રાતોરાત ફેક્ટરી બંધ કરી શકાતી નથી. તેથી લોકો લેબગ્રોનના ઉત્પાદન તરફ વળ્યા છે.