Site icon

હવે હોટલોને પણ ઈન્ડ્રસ્ટ્રીનો દરજ્જો મળશે-કઈ રીતે અપ્લાય કરવું-જાણો અહીં

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ(Maharashtra Tourism Department) તરફથી બહુ જલદી મહારાષ્ટ્રમાં હોટલોને(Hotels) ઔદ્યોગિક દરજ્જો(Industrial status) આપવામાં આવે એવી શક્યતા છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા મહારાષ્ટ્રમાં હોટલોને ઔદ્યોગિક દરજ્જો આપવાને તેનું ઈન્સ્પેકશન(Inspection) કરવામાં આવવાનું છે. ડાયરેક્ટોરેટ ઓફ ટુરીઝમના(Directorate of Tourism) પુણે ડિવિઝન(Pune Division) દ્વારા 3 અને 4 ઓગસ્ટ, 2022ના રોજ પહેલું ઈન્સ્પેકશન  શરૂ કરવામાં આવશે. પુણે ડિવિઝનમાં જૂન 2021 થી કુલ 181 બિન-વર્ગીકૃત હોટેલોએ(unclassified hotels) નોંધણી કરી છે અને અરજી કરી છે, આ હોટેલોનું ઈન્સ્પેકશન ઈન્સ્પેકશન કમિટી અને નક્કી કરાયેલી એજન્સીઓ દ્વારા આગામી બે દિવસીય સત્રમાં કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ 1999માં હોસ્પિટાલિટી સેક્ટરને ઔદ્યોગિક દરજ્જો આપ્યો હતો, પરંતુ આ નિર્ણય માત્ર દસ્તાવેજ જ પુરતો જ રહ્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. 2020ની સાલમાં, રાજ્ય સરકારે(State Govt) એક સરકારી ઠરાવ (GR) બહાર પાડ્યો હતો જેમાં અવર્ગીકૃત હોટેલ્સ માટે ઔદ્યોગિક દરો પર કર અને શુલ્ક વસૂલવાના માપદંડની જાહેરાત કરવામાં આવી હતી અને બિન વર્ગીકૃત હોટલોને નોંધણી કરાવવા અને લાભ માટે અરજી કરવા વિનંતી કરી હતી. આ કોલ પછી વેબસાઇટ પર મોટી સંખ્યામાં નોંધણીઓ પ્રાપ્ત થવાને કારણે, સ્ક્રીનીંગ કમિટી(Screening Committee) અરજદારોના સ્થળોની રૂબરૂ મુલાકાત લેવાનું શરૂ કરી રહી છે.

ટુરિઝમ ડિરેક્ટોરેટના પ્રાદેશિક નાયબ નિયામક(Regional Deputy Director), ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) વિભાગના પ્રતિનિધિ, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB)ના પ્રાદેશિક પ્રતિનિધિ, હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (HRA) સ્થાનિક પ્રતિનિધિ(local representative) અને ટૂર ઓપરેટર એસોસિએશન (TOA)ના પ્રતિનિધિએ અરજદાર હોટેલોના નિરીક્ષણ દ્વારા સમિતિ તપાસ કરશે. ક્વાલસ્ટાર આ એજન્સીએ સાઇટ ઇન્સ્પેક્શન(Site Inspection) માટે પ્લાનિંગ ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જેને કમિટી અનુસરવા બંધાયેલી રહેશે.

આ સમાચાર પણ વાંચો : હવે ગરબે ઘૂમવાનું પણ મોંઘુ પડશે- જીએસટી લાગુ થયો

ડૉ. ધનંજય સાવલકર, સંયુક્ત નિયામક, પર્યટન નિર્દેશાલય (DoT)ના જણાવ્યા અનુસાર, “અત્યાર સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રવાસન નિર્દેશાલય દ્વારા 446 અરજીઓ પ્રાપ્ત થઈ છે. નિરીક્ષણ પછી, જો આ હોટલ તમામ જરૂરી માપદંડોને પૂર્ણ કરે છે, તો તેઓ ઔદ્યોગિક દરજ્જા માટે પાત્ર બનશે. આનાથી રજિસ્ટર્ડ હોટેલો ઔદ્યોગિક દરે વીજળી ચાર્જ, પાણીના ચાર્જ, મિલકત વેરો અને બિન-કૃષિ કર પ્રાપ્ત કરી શકશે.”

જો તમે પણ સંબંધિત લાભો મેળવવામાં રસ ધરાવો છો અને હજુ સુધી અરજી કરી નથી, તો તમે મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગમાં અરજી કરી શકો છો, અરજી કરવા માટે મહારાષ્ટ્ર ટુરીઝમની સત્તાવાર વેબસાઇટ https://www.maharashtratourism.gov.in/ પર જાઓ અને સબમિટ કરો. તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી(Online application) કરો. આ અપીલ પુણે વિભાગના પ્રવાસન નિર્દેશક સુપ્રિયા કરમરકર દ્વારા કરવામાં આવી છે.

ઔદ્યોગિક છૂટછાટો અરજદાર હોટલના નોંધણી પ્રમાણપત્રની તારીખથી લાગુ થશે. રસ ધરાવતા હોટેલીયર્સે (Hoteliers) સરકારની અધિકૃત વેબસાઇટ(Official website) પર માપદંડ તપાસવા જોઈએ અને અરજી કરવાની રહેશે

આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો-સામાન્ય નાગરિકોને પડશે મોંધવારીનો વધુ ફટકો- કુદરતી ગેસ અને પીએનજીના ભાવમાં થશે આટલા ટકાનો વધારો

Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
Exit mobile version