ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
કોરોના દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનને કારણે દેશભરના થિયેટરો છેલ્લા છ મહિનાથી બંધ છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમએઆઈ) એ સરકારને અપીલ કરી છે કે દેશમાં થિયેટરો ફરીથી શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવે. માર્ચના મધ્યભાગથી થીયેટરો બંધ છે, જે ફિલ્મ પ્રદર્શન ક્ષેત્રે સીધા બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. એવાં મલ્ટિપ્લેક્સને છેલ્લા છ મહિનામાં 9,000 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આથી MAI ના માલિકોને થતા નુકસાનને ટાળવા અને મલ્ટિપ્લેક્સ પર આધારીત લાખો લોકોની આજીવિકા બચાવવા માટે કેન્દ્ર સરકારેને વહેલી તકે થિયેટરો શરૂ કરવા હાકલ કરી છે.
શું થિયેટર અનલોક 5 માં શરૂ થશે? એ તરફ સૌ મલ્ટીપ્લેક્સ માલિકોની નજર છે. ‘થિયેટર બંધ થતાં, અમારે છ મહિનામાં 9,000 કરોડનું આર્થિક નુકસાન થયું છે. યુકે, ફ્રાન્સ અને સ્પેન સહિતના 84 દેશોમાં થીયેટરો ફરી ખુલી ગયાં છે. આથી સંગઠને એક નિવેદનમાં માંગ કરી છે કે ભારતમાં પણ થિયેટરને ફરી શરૂ થવા દેવું જોઈએ.
મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, પીવીઆર, આઈએનઓએક્સ, અને સિનેપોલિસ સહિતની તમામ મલ્ટિપ્લેક્સ ચેનનું પ્રતિનિધિત્વ કરે છે. મૂવીઓ અને સિનેમાઘરો કરોડો ભારતીયોના મનોરંજનનું મુખ્ય સ્વરૂપ ગણાય છે. એસોસિએશને જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 10,000 સિનેમા સ્ક્રીન લગભગ છ મહિનાથી બંધ હતી. "આ એક ક્ષેત્ર છે જે સીધી 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે અને બીજા લાખો લોકોને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે સિનેમા પ્રદર્શન ઉદ્યોગ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાય ગયો છે. એમ પણ MAI એ કહ્યું છે.. અહીં નોંધનીય આવ એ છે કે અનલોકિંગના ચોથા તબક્કામાં, બાર અને મેટ્રો સેવાઓ પણ ખુલી ગઈ છે .
