News Continuous Bureau | Mumbai
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ સોમવારે ફ્યુચર કૂપન્સ(Future coupans) સાથેના ઈ-કોમર્સ મેજર એમેઝોનના (amazon deal)સોદાની મંજૂરીને સ્થગિત કરવાના ફેર-ટ્રેડ રેગ્યુલેટર(Fair-trade regulator) CCIના નિર્ણયને પડકારતી એમેઝોનની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એમ વેણુગોપાલ અને અશોક કુમાર મિશ્રાની બનેલી બે સભ્યોની બેન્ચે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના તારણોને સમર્થન આપ્યું હતું અને ફેર-ટ્રેડ રેગ્યુલેટર દ્વારા એમેઝોન પર લાદવામાં આવેલા રૂ. 200 કરોડના દંડ(penalty)ને સોમવારથી 45 દિવસની અંદર ચૂકવી દેવા આદેશ આપ્યો હતો.
"આ એપેલેટ ટ્રિબ્યુનલ સીસીઆઈ(CCI) સાથે સંપૂર્ણપણે સહમતી ધરાવે છે", તેમ બે સભ્યોની બેન્ચે કહ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં CCIએ ફ્યુચર કૂપન્સ પ્રાઇવેટ લિમિટેડ (FCPL)માં 49 ટકા હિસ્સો ખરીદવા માટેના એમેઝોનના સોદા માટે 2019માં તેના દ્વારા આપવામાં આવેલી મંજૂરીને સસ્પેન્ડ(suspend) કરી દીધી હતી.
નિયમનકારે કહ્યું હતું કે એમેઝોને તે સમયે ટ્રાન્ઝેક્શન(Transaction) માટે મંજૂરી માંગતી વખતે માહિતીને દબાવી દીધી હતી અને કંપની પર 202 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. FCPL ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)ના પ્રમોટર છે.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- શહેરમાં સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા- જુઓ વિડીયો અને ફોટોસ
એમેઝોને રૂ. 24,713 કરોડના સોદાના ભાગરૂપે રિલાયન્સ રિટેલને અસ્કયામતો વેચવાના FRLના સોદાનો વિરોધ કર્યો હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ મેજર દ્વારા તેના 2019ના વ્યવહારના આધારે આ સોદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે FCPLમાં 49 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. NCLATએ એમેઝોનની અરજી પર આ વર્ષે એપ્રિલમાં તેની સુનાવણી પૂરી કરી હતી. તમામ પક્ષોએ રજિસ્ટ્રી સમક્ષ સંબંધિત સાઇટેશન્સ સાથે સબમિશનની સુધારેલી નોંધો રજૂ કરી હતી.
સોમવારે એમેઝોનની અરજી સિવાય, એપેલેટ ટ્રિબ્યુનલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન (AICPDF) દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય બે અરજીઓ પરનો આદેશ પણ અનામત રાખ્યો હતો.
FRL રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ સેગમેન્ટમાં કાર્યરત 19 ગ્રૂપ કંપનીઓનો એક ભાગ હતો, જે ઓગસ્ટ 2020માં જાહેર કરાયેલા રૂ. 24,713 કરોડના સોદાના ભાગરૂપે રિલાયન્સ રિટેલ(Reliance retail)માં ટ્રાન્સફર થવાની હતી. એપ્રિલમાં અબજોપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Ltd.) દ્વારા આ સોદો રદ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હાશકારો-આખરે કાંદીવલીના દહાણુકરવાડીના રહેવાસીઓને મળ્યો આ સમસ્યાથી કાયમી છૂટકારો- BMC લીધું મહત્વનું પગલું