ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
આજે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. તેમના ભાવ છેલ્લા પાંચ દિવસથી વધી રહ્યા છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો અને ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 102.14 રૂપિયા અને ડીઝલ 90.48 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 108.19 રૂપિયા અને ડીઝલ 98.16 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 90 પૈસા મોંઘુ થયું છે. અને ડીઝલ છેલ્લા નવ દિવસમાં 1.80 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.