Site icon

મુંબઈ બાદ પુનાના વેપારી પણ સરકારના નિર્ણયની વિરોધમાં. ખખડાવી શકે છે હાઈકોર્ટનો દરવાજો.  જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 14 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

     મહારાષ્ટ્રના ઠાકરે સરકારના આંશિક લોકડાઉનના નિર્ણયનો પુનાના વેપારીઓએ પણ વિરોધ કર્યો છે. એવું જાણવામાં આવ્યું છે કે, આવતા બે દિવસમાં પુના નો વેપારી મહાસંઘ હાઇકોર્ટમાં આ બાબતે અપીલ કરી શકે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, પુનાના વેપારી વર્ગે સરકારને લોકડાઉનના નિર્ણય અંગે સવાલ કર્યો છે કે, શહેરમાં સંચારબંધી હોવા છતાં પણ શિવથાળી અને રીક્ષા ચાલુ રાખવાની પરવાનગી શા માટે આપી છે. વેપારી મહાસંઘના પદાધિકારી સરકારને વધુ પ્રશ્ન પુછતા જણાવે છે કે, 'સરકાર ગરીબોને મફત અનાજ પૂરું પાડવાની છે એ લેવા માટે જ્યારે નાગરિકો લાઈન લગાવશે તેમજ શિવ ભોજન થાળી માટે પણ જ્યારે લોકોની લાઈન લાગશે ત્યારે ગર્દી થશે નહીં? રાજ્ય સરકારનો હેતુ ફક્ત વેપારીઓના પૂર્ણપણે અન્યાય કરવાનો જ છે. શું ફક્ત વેપારીઓથી જ કોરોના પ્રસરે છે?'

તો શું લોકડાઉનમાં ટ્રેનો નહીં દોડે? જાણો રેલવે પ્રશાસનનો જવાબ.
 

    ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ચેમ્બર ઓફ કોમર્સે આયોજિત કરેલી રાજ્યવ્યાપી બેઠકમાં સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરવા બાબતે નિર્ણય કરવાની શક્યતા છે.

Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Exit mobile version