ETF New Rules: સોના-ચાંદીના ETF માં રોકાણ કરનારા સાવધાન! સેબીએ ખરીદ-વેચાણના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો નવા ‘T-1’ ફોર્મ્યુલા વિશે.

ETF New Rules: મશીની ગણતરીથી ભૂલો ઘટશે અને સાચો ભાવ મળશે; કમોડિટી ETF માટે 6% નો પ્રારંભિક પ્રાઈસ બેન્ડ નક્કી કરાયો.

by Akash Rajbhar
SEBI's New Rule for Gold and Silver ETFs Buying and selling set to change with the 'T-1' Base Price formula.

News Continuous Bureau | Mumbai

 શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) માં રોકાણ કરવાની લોકપ્રિયતા વધી છે. રોકાણકારોને તેમની ખરીદી કે વેચાણ સમયે સચોટ ભાવ મળી રહે અને કોઈ નુકસાન ન થાય તે માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI) ETF ના બેઝ પ્રાઈસ અને પ્રાઈસ બેન્ડના નિયમોમાં મહત્વના સુધારા સૂચવ્યા છે. અત્યાર સુધીની જૂની સિસ્ટમને કારણે ઘણીવાર રોકાણકારોને યોગ્ય ભાવ મળતા નહોતા.સેબીએ એક પરામર્શ પત્ર જારી કરીને ETF રોકાણ પ્રક્રિયાને સંપૂર્ણપણે અપડેટ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી ETF ની કિંમત નક્કી કરવા માટે ઐતિહાસિક ડેટાને બદલે ‘T-1’ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી બજારમાં સોના-ચાંદીના ભાવમાં થતી વધઘટનો સીધો અને સાચો ફાયદો રોકાણકારોને મળી શકશે.

બેઝ પ્રાઈસ નક્કી કરવા માટે ‘T-1’ ફોર્મ્યુલા

સેબીની એડવાઈઝરી કમિટીએ ભલામણ કરી છે કે ટ્રેડિંગ ડે (T-day) માટે બેઝ પ્રાઈસ નક્કી કરવા માટે અગાઉના દિવસના (T-1) છેલ્લા 30 મિનિટના વેઇટેડ એવરેજ ટ્રેડિંગ ભાવ અથવા iNAV (ઇન્ટ્રાડે નેટ એસેટ વેલ્યુ) નો ઉપયોગ કરવામાં આવશે. આનાથી જો કોઈ કંપની બોનસ કે ડિવિડન્ડ જેવા નિર્ણયો લે છે, તો મેન્યુઅલ ગણતરીમાં થતી ભૂલો ટાળી શકાશે અને પ્રાઈસ બેન્ડ વધુ સચોટ બનશે.

આ સમાચાર પણ વાંચો : IndiGo’s Mega Recruitment: હવે ફ્લાઈટ કેન્સલ થવાની ચિંતા છોડો! ઈન્ડિગો 1,000 નવા પાયલોટોની કરશે ભરતી, મુસાફરોને મળશે મોટી રાહત

સોના-ચાંદીના ETF માટે અલગ પ્રાઈસ બેન્ડ

જાન્યુઆરી 2026 માં સોના-ચાંદીના ભાવમાં જે અસ્થિરતા જોવા મળી હતી તેને ધ્યાનમાં રાખીને સેબીએ કમોડિટી ETF માટે અલગ નિયમ સૂચવ્યો છે. તે મુજબ, શરૂઆતનો પ્રાઈસ બેન્ડ 6% રાખવામાં આવશે. જો બજાર વધુ અસ્થિર હોય, તો તેને 3% ના દરે વધારીને 20% સુધી લઈ જઈ શકાશે. આ ફેરફાર કરતા પહેલા 15 મિનિટનો ‘કૂલિંગ-ઓફ’ પિરિયડ પણ આપવામાં આવશે, જેથી રોકાણકારોને સ્થિતિ સમજવાનો સમય મળે.

ઇક્વિટી અને ડેટ ETF માટે ડાયનેમિક બેન્ડ

સેબીના અભ્યાસ મુજબ, મોટાભાગના ઇક્વિટી અને ડેટ ETF માં 10% થી વધુનો બદલાવ જોવા મળતો નથી. આથી તેના માટે 10% નો પ્રારંભિક ડાયનેમિક પ્રાઈસ બેન્ડ સૂચવવામાં આવ્યો છે. જો બજારમાં ભારે વધઘટ હોય, તો તેને દિવસમાં બે વાર 5% લેખે વધારીને 20% સુધી કરી શકાશે. આ નવી સિસ્ટમથી ETF ટ્રેડિંગ વધુ પારદર્શક અને સુરક્ષિત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More