News Continuous Bureau | Mumbai
Anil Ambani Share : અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં તોફાની વધારો થયો છે. બુધવારે BSE પર રિલાયન્સ પાવરનો શેર 5 ટકા વધીને રૂ. 44.68 થયો હતો. કંપનીના શેરમાં આ વધારો મોટા સુધારા પછી આવ્યો છે. રિલાયન્સ પાવરે કહ્યું છે કે તેની પેટાકંપની સાસન પાવર લિમિટેડે IIFCL, UKને $150 મિલિયન (આશરે રૂ. 1287 કરોડ)ની લોન ચૂકવી દીધી છે. આ ચુકવણી 31 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. કંપનીએ સિંગલ બુલેટ ટ્રાન્ઝેક્શનમાં તેની લોનની જવાબદારી પૂરી કરી છે.
Anil Ambani Share : રિલાયન્સ પાવરની બેલેન્સ શીટ મજબૂત થઇ
આ ટ્રાન્ઝેક્શનથી સાસન પાવર લિમિટેડના ડેટ કવરેજ મેટ્રિક્સમાં સુધારો થવાની અપેક્ષા છે, લીકવીડિટી માં સુધારો થશે અને તેની ક્રેડિટ રેટિંગમાં વધારો થશે, જેનાથી રિલાયન્સ પાવરની બેલેન્સ શીટ મજબૂત થશે. સાસન પાવર લિમિટેડ મધ્યપ્રદેશના સાસણ ખાતે 3960 મેગાવોટ અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે, જે વિશ્વનો સૌથી મોટો કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ 7 રાજ્યોમાં 14 ડિસ્કોમ વિતરણ કંપનીઓને વીજળી સપ્લાય કરે છે. આ પ્લાન્ટ 1.54 રૂપિયા પ્રતિ યુનિટના સૌથી નીચા ટેરિફ પર વીજળી સપ્લાય કરે છે, જેનાથી 40 કરોડથી વધુ લોકોને ફાયદો થાય છે.
Anil Ambani Share : રિલાયન્સ પાવરના શેરમાં 4 વર્ષમાં 1180%નો ઉછાળો
છેલ્લા ચાર વર્ષમાં રિલાયન્સ પાવરના શેર 1180% વધ્યા છે. રિલાયન્સ પાવરનો શેર 1 જાન્યુઆરી, 2021ના રોજ રૂ. 3.49 પર હતો. 1 જાન્યુઆરી, 2025ના રોજ કંપનીના શેર રૂ. 44.68 પર પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 228%નો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, રિલાયન્સ પાવરના શેરમાં લગભગ 87 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 54%નો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 54.25 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 19.37 રૂપિયા છે. રિલાયન્સ પાવર ઝીરો-ડેટ કંપની છે. કંપનીએ તાજેતરમાં પ્રેફરન્શિયલ ઈસ્યુ દ્વારા રૂ. 1525 કરોડ એકત્ર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Anil Ambani R Com: અનિલ અંબાણીને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, હવે આ બેંકે રિલાયન્સ પર લગાવ્યું ‘ફ્રોડ’નું ટેગ, જાણો સમગ્ર મામલો
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)