Site icon

Share Market Down : શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યા; આ શેર પર ફોકસ

Share Market Down : શેરબજારમાં ઘટાડાનો ભૂકંપ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ખુલતાની સાથે જ શેરબજાર ક્રેશ થઈ ગયું. બંને બજાર સૂચકાંકો સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યા.

Share Market Down Sensex off day's low, trades 550 pts lower, Nifty below 22,850

Share Market Down Sensex off day's low, trades 550 pts lower, Nifty below 22,850

News Continuous Bureau | Mumbai

Share Market Down :શેરબજારમાં ઘટાડાનો ભૂકંપ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ખુલતાની સાથે જ શેરબજાર ક્રેશ થઈ ગયું. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. સોમવારે, બંને બજાર સૂચકાંકો સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર ખુલ્યા. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 297 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને થોડી જ વારમાં તે 500 પોઈન્ટથી વધુ ઘટ્યો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 120 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો.

Join Our WhatsApp Community

 સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ તૂટી પડ્યા

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. બીએસઈ સેન્સેક્સ ૭૫,૬૪૧.૪૧ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,939.21 થી 297 પોઈન્ટ ઘટીને થોડીવારમાં 560 પોઈન્ટથી વધુ ઘટીને 75,294  ના સ્તરે પહોંચ્યો. આ ઉપરાંત, NSE નિફ્ટી પણ તેના અગાઉના બંધ 22,929.25 ની સરખામણીમાં 22,809.90 પર ખુલ્યો અને અચાનક ઘટાડા પછી, લગભગ 200 પોઈન્ટ ઘટીને 22,725 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.

1709 શેરની શરૂઆત ખરાબ રહી 

શેરબજારમાં શરૂઆતના કારોબારમાં ઘટાડા વચ્ચે, 1709 કંપનીઓના શેર લાલ નિશાનમાં કારોબાર શરૂ કર્યો, જ્યારે 731 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા. આ સિવાય ૧૫૨ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. શરૂઆતના કારોબારમાં સન ફાર્મા, HUL, સિપ્લા જેવી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી, જ્યારે M&M, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, ONGCના શેર ઘટાડા સાથે ખુલ્યા.

Share Market Down :આ શેર ફોકસમાં રહેશે.

આજના ટ્રેડિંગ દરમિયાન, નારાયણ હૃદયાલય, દિલીપ બિલ્ડકોન, NRB બેરિંગ્સ, રેલ વિકાસ નિગમ, બોરોસિલ રિન્યુએબલ્સ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, લા ઓપાલા RG, ડિશ ટીવી ઇન્ડિયા, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ઇઝી ટ્રિપ પ્લાનર્સ, વિપ્રો, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને શ્રીરામ ફાઇનાન્સના શેર ફોકસમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય શેર બજાર ને પસંદ ન આવી PM મોદી-ટ્રમ્પની મુલાકાત, દ્વિપક્ષીય બેઠક બાદ ઉંધા માથે પટકાયું; આ શેર ધડામ દઈને પડ્યા..

Share Market Down શુક્રવારની સ્થિતિ

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 75,935.96 પર બંધ થયો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.50 ટકાના ઘટાડા સાથે 22,916.00 પર બંધ થયો. NSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં ગોડફ્રે ફિલિપ્સ, HDFC બેંક, દીપક નાઇટ્રાઇટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, BSE લિમિટેડનો સમાવેશ થાય છે.

(ડિસ્ક્લેમર :  અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Mumbai police: પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
Putin-Xi Jinping: પુતિન-જિનપિંગ ની ‘અમરત્વ’ પર ચર્ચા: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસ અધધ આટલા વર્ષ સુધી જીવશે? જાણો શું છે આખી વાત
GST Council Meeting: રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ હવે GST મુક્ત: દૂધ થી લઈને દવાઓ સુધી, અહીં જુઓ સંપૂર્ણ યાદી
Exit mobile version