Site icon

Share Market Today: ઈરાન-ઈઝરાયેલ તણાવથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 850 પોઈન્ટ્સ તૂટ્યો; રોકાણકારો રાતા પાણીએ રોયા

Share Market Today: વૈશ્વિક સ્તરે ઉથલપાથલ વચ્ચે, ભારતીય શેરબજાર સોમવાર, 15 એપ્રિલના રોજ સતત બીજા દિવસે તીવ્ર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 845 તૂટ્યો. જ્યારે નિફ્ટી 1 ટકાથી વધુ ઘટીને 22,300ની નીચે ગયો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોને આશરે રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું છે.

Share Market Today Sensex drops 845pts, Nifty below 22,300 amid Iran-Israel conflict

Share Market Today Sensex drops 845pts, Nifty below 22,300 amid Iran-Israel conflict

News Continuous Bureau | Mumbai 

Share Market Today: ઈરાન ના ઈઝરાયેલ પર હુમલા ( Iran-Israel conflict ) બાદ વિશ્વભરના શેર બજારોમાં આવેલા ઘટાડા ( Down ) ની અસર ભારતીય શેરબજાર ( Indian share market ) માં પણ જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયેલ ( Israel )માં અનેક સ્થળો પર હુમલા કર્યાના કારણે દુનિયાભરમાં તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આવનારો સમય ઘણો મુશ્કેલ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ ( crude oil ) ના ભાવ અને મોંઘવારી દરમાં ભારે વધારો થવાની સંભાવના છે. જેના કારણે આજે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

બેન્કિંગ IT અને FMCG શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરો ( small cap share ) માં પણ ઘટાડો થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ( Sensex )  845 પોઈન્ટના ઘટાડા સાથે 73,399 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી  ( Nifty ) 247 પોઈન્ટના ઘટાડા સાથે 22,272 પોઈન્ટ પર બંધ થયો છે. ઉપરાંત નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 786 પોઈન્ટ ઘટીને બંધ થયો છે.

રોકાણકારો ( Investors ) ને થયું અધધ રૂ. 5 લાખ કરોડનું નુકસાન 

શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE ડેટા અનુસાર, માર્કેટ કેપ ઘટીને રૂ. 394.72 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 399.76 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ મૂડીમાં રૂ. 5.04 લાખ કરોડનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  Loksabha election : ઇસીઆઈએ મની પાવર પર કડક કાર્યવાહી, મતદાન શરૂ થાય તે પહેલાં જ અધધ કરોડ રૂપિયા જપ્ત

તમામ ક્ષેત્રોમાં ઘટાડો

તેલ અને ગેસ ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્ર ભારતીય બજારમાં તીવ્ર ઘટાડાનાં તોફાનમાંથી બચી શક્યું નથી. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. આ સિવાય આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર જ વધારા સાથે બંધ થયા છે. ભારત VIX 8.07 ટકા ઘટીને 12.46 પર બંધ રહ્યો હતો.

વધતા અને ઘટતા  શેર 

આજના ટ્રેડિંગમાં મારુતિ સુઝુકી 1.24 ટકા, નેસ્લે 1.22 ટકા, ભારતી એરટેલ 0.16 ટકા, સન ફાર્મા 0.10 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે વિપ્રો 2.47 ટકા, ટાઇટન કંપની 0.50 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.42 ટકા, પાવર ગ્રીડ 0.16 ટકા, બજાજ ફિનસર્વ 2.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Exit mobile version