Site icon

સ્ટોક એક્સચેન્જ આ તારીખથી શરૂ કરશે તબક્કાવાર T+1 સેટલમેન્ટ,  ; જાણો નવી વ્યવસ્થાથી રોકાણકારોને શું ફાયદો થશે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 દેશનાં સ્ટૉક એક્સચેન્જોએ T+1 સેટલમેન્ટ સાઇકલનો અમલ આગામી 25 ફેબ્રુઆરીથી તબક્કા વાર કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટૉક એક્સચેન્જો તથા માર્કેટની માળખાકીય સુવિધાઓ પૂરી પાડનારી સંસ્થાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે નવી સેટલમેન્ટ સાઇકલનો અમલ 25 ફેબ્રુઆરીથી તળિયાની 100 કંપનીઓ માટે શરૂ થશે.

T+1નો અર્થ છે કે એક્સચેન્જમાં સોદો થયાના 1 દિવસની અંદર એની પતાવટ કરવાની રહેશે. હાલ એક્સચેન્જોમાં T+2 ધોરણે પતાવટ થાય છે.  

T+1 સેટલમેન્ટ વ્યવસ્થામાં ડીમેટ ખાતામાં બીજા જ દિવસે શેર જમા થઈ જશે. જ્યારે શેર વેચનારના ખાતામાં પણ બીજા દિવસે સાંજ સુધીમાં પૈસા જમા થઈ જશે. T+1 વ્યવસ્થાને પગલે બજારમાં તરલતા વધશે.

આ ફેરફારને કારણે ભારત 2022 સુધીમાં સંપૂર્ણપણે T+1 સાયકલમાં સ્થાનાંતરિત કરનાર દેશોમાંથી એક દેશ બની જશે.

ઉલ્લેખનીય છે કે સેબીએ સપ્ટેમ્બરમાં જ શેર બજારોને 1,જાન્યુઆરી 2022થી ઈક્વિટી સેગ્મેન્ટમાં ઉપલબ્ધ કોઈપણ સિક્યુરિટીઝમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ દાખલ કરવાની પરવાનગી આપી હતી.

Gold-Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹૩ લાખ પ્રતિ કિલોની નજીક; જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ..
WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Exit mobile version