Site icon

આ વ્યકિતના કહેવાથી રતન તાતાએ ખરીદ્યુ હતું ઍર ઇન્ડિયા, જાણો એ વ્યકિત વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તાતા સન્સે ૧૮,૦૦૦ કરોડમાં ઍર ઇન્ડિયાને ખરીદી છે. ઍર ઇન્ડિયા હાલના મૅનેજમેન્ટના નેતૃત્વનું આ સૌથી મોટું સંપાદન છે. તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતાએ ઍર ઇન્ડિયા માટે બિડ કરવાના નિર્ણયનો શ્રેય તાતા ગ્રૂપના ચૅરમૅન એન. ચંદ્રશેખરનને આપ્યો છે.

 

રતન તાતાએ જણાવ્યું હતું કે તાતા સન્સે જે નિર્ણય લીધો હતો એ સંપૂર્ણપણે ગ્રૂપ ચૅરમૅન ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળના લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા તારણ પર આધારિત હતો. તાતાએ કહ્યું હતું કે સાચું છે કે મને ઉડ્ડયનનો શોખ છે અને વિવિધ પ્રકારનાં વિમાનોમાં ટાઇપ રેટેડ પાઇલટ તરીકે મેં સારો સમય માણ્યો છે, જોકે ઍર ઇન્ડિયા માટે બોલી લગાવવાના નિર્ણયમાં હું સામેલ નથી. હકારાત્મક લાગણી છે કે અમે ઍર ઇન્ડિયાને મહત્ત્વના સ્તરે સ્થાપવામાં મદદ કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ.  

શું તમે જાણો છો કે દશાનન એટલે કે રાવણને યુદ્ધમાં શ્રીરામચંદ્રજી પહેલાં 4 લોકોએ તેને હરાવી દીધા છે, ચાલો આજે જાણીએ

તાતા સન્સ સામે અત્યારે બે મોટા પડકારો છે. ઍર ઇન્ડિયાના અગાઉના મૅનેજમેન્ટનો ગ્રાહકો પ્રત્યે ઉદાસીન અને બેદરકાર પ્રતિભાવ હતો. તાતાએ વિમાન કર્મચારીઓની આ આંતરવ્યક્તિત્વ કુશળતા પર કામ કરવું પડશે. તાતા સામે અન્ય પડકારો એ છે કે  નાણાકીય દૃષ્ટિકોણથી ઍરલાઇન બ્રાન્ડની ઑપરેશનલ સધ્ધરતાને સુનિશ્ચિત કરવી પડશે.

 

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version