Site icon

FDઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો સામાન્ય લોકોને લાગુ નહિ પડે; RBIએ કરી આ સ્પષ્ટતા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ FDના ઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રિટેલ FDના નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા નિયમો માત્ર બિઝનેસ હાઉસિસ અથવા કંપનીઓ માટે જ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ કંપનીઓની મોટી FD પાકતાંઑટો રિન્યુ થશે નહીં અને મુદત પૂર્ણ થતાં સેવિંગ ઍકાઉન્ટના જ વ્યાજદર લાગુ થશે.

RBIના આ નવા નિયમથી લોકો નારાજ થયા હતા, એથી RBIએ સ્પષ્ટતા કરતાં આ નિવેદન આપ્યું છે કે આ નિયમો સામાન્ય લોકોની નાની મૂડીને અસર કરશે નહિ. સામાન્ય નાગરિકો દ્વારા જમા કરવામાં આવેલી FD માટે રિન્યુઅલના જૂના નિયમો જ લાગુ રહેશે. આ અગાઉના આદેશમાં RBIએ આ ફેરફારની જાણ કરતું પરિપત્ર બહાર પાડ્યું હતું.

નિયમોની ઐસી કી તૈસી BMC કર્મચારીઓ પોતાની પત્નીઓની કંપનીને નામે લઈ રહ્યા છે BMCના લાખો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ, ઉચ્ચ અધિકારીઓની મિલીભગતની શંકા; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હવે આ નવા નિયમ મુજબ કંપનીઓની FDઑટો રિન્યુ થશે નહિ. RBIએ આ સંદર્ભે બૅન્કના બોર્ડને પારદર્શક નીતિ ઘડવા કહ્યું છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version