News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેન્કે(RBI) મોંઘવારી પર લગામ લગાવવા માટે અત્યાર સુધી મે, જૂન તેમજ ઓગસ્ટમાં રેપોરેટમાં(repo rate) સતત વધારો કર્યો છે. અત્યારે રેપો રેટ 4 ટકાથી વધીને 5.40 ટકા સુધી પહોંચ્યો છે. સતત વધતા રેપો રેટની અસર બેન્ક દ્વારા ઓફર કરાતા ડિપોઝિટ સ્કીમ(deposit schem) પર પણ જોવા મળી રહી છે. અનેક બેન્કો પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ, આરડી(RD) તેમજ સેવિંગ એકાઉન્ટના(saving account) વ્યાજદરોમાં વધારો કર્યો છે. હવે આ યાદીમાં વધુ એક નામ સરકારી બેન્ક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનું જોડાયું છે.યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ(Union bank of india) પોતાની 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજ દર વધારવાનો નિર્ણય લીધો છે.
બેન્ક 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી(FD) પર સામાન્ય નાગરિકોને 3 ટકાથી લઇને 5.80 ટકા સુધી વ્યાજદરો ઓફર(offer) કરે છે. જ્યારે બેન્ક 5 વર્ષ 1 દિવસની એફડી પર મહત્તમ 6.20 ટકા વ્યાજદર ઓફર કરે છે. બેન્ક દ્વારા 14 સપ્ટેમ્બરથી નવા દર લાગૂ કરાયા છે.2 કરોડથી ઓછી રકમની એફડી પર મળતું વ્યાજયુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર 7 થી 14 દિવસની અવધિ પર 3 ટકા વ્યાજ(interest) ઓફર કરે છે. જ્યારે 15-30 દિવસની એફડી પર બેન્ક 3 ટકા વ્યાજદર ઓફર કરે છે.
આ સમાચાર પણ વાંચો : સરકારે નાની કંપનીઓની વ્યાખ્યા બદલી- જાણો મૂડી અને ટર્નઓવર સાથે જોડાયેલા નવા નિયમો શું છે
31 થી 45 દિવસના સમયગાળા માટે તમને 3 ટકા, 46 થી 90 દિવસના સમયગાળામાં એફડી પર તમને 4.5 ટકા જ્યારે 91 થી 120 દિવસની સમયમર્યાદા ધરાવતી એફડી પર 4.10 ટકા, 121 થી લઇને 180 દિવસની એફડી પર 4.10 ટકા વ્યાજદર ઓફર કરવામાં આવે છે.ખાતાધારકોને મહત્તમ 6.10 %નું વ્યાજ મળશેજ્યારે 181 દિવસથી ઓછા 1 વર્ષતી ઓછાની એફડી પર 4.60 ટકા વ્યાજદર ઓફર કરવામાં આવે છે. 1 વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર 5.35 ટકા, 2 વર્ષની એફડી પર 5.45 ટકા, 2 વર્ષથી 749 દિવસની એફડી પર 5.50 ટકા, 750 દિવસની એફડી પર 6.15 ટકા, 750 દિવસથી વધુ તેમજ ત્રણ વર્ષથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર 5.50 ટકા, 3 થી 5 વર્ષની એફડી પર 5.75 ટકા, 5 વર્ષ 1 દિવસની એફડી પર 6.20 ટકા તેમજ 5 થી 10 વર્ષ સુધીની એફડી પર 5.80 ટકા વ્યાજદર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફર કરવામાં આવે છે. સૌથી મહત્તમ વ્યાજદર 6.10 ટકા છે.