Site icon

Lok Sabha Election 2024: અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકનું ચિત્ર સ્પષ્ટ: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

Lok Sabha Election 2024: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચી, જ્યારે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પર એક પણ ફોર્મ પરત ન ખેંચાયું

18 candidates for 7-Ahmedabad East Lok Sabha seat and 6 candidates for 8- Ahmedabad West (AJ) seat

18 candidates for 7-Ahmedabad East Lok Sabha seat and 6 candidates for 8- Ahmedabad West (AJ) seat

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:  7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચી, જ્યારે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પર એક પણ ફોર્મ પરત ન ખેંચાયું

Join Our WhatsApp Community

ગુજરાતમાં (આગામી તારીખ 7 મી મે-2024ના રોજ  લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અમદાવાદની બન્ને લોકસભા બેઠકનું ( Lok Sabha seat ) ચિત્ર સ્પષ્ટ થયું છે. 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચતાં હવે 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જ્યારે 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પરથી એક પણ ફોર્મ પરત ન ખેંચાતાં 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે 7-અમદાવાદ ( Ahmedabad ) (પૂર્વ) લોકસભા બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

આ સમાચાર પણ વાંચો :  Anant ambani and Radhika merchant:લંડનની એ લક્ઝુરિયસ હોટલ જ્યાં થયું હતું જેમ્સ બોન્ડ નું શૂટિંગ તે જગ્યાએ લેશે અનંત અને રાધિકા સાત ફેરા, લગ્ન ની વિગત આવી સામે

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 એપ્રિલથી તા.19 એપ્રિલ-2024 દરમિયાન ઉમેદવારીપત્ર ( candidacy letter ) ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તારીખ 20મી એપ્રિલના રોજ બન્ને બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને બન્ને લોકસભા બેઠકો માટે સ્ક્રુટિની બાદ યોગ્ય રીતે ભરાયેલા ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા અને અધૂરી વિગતવાળા કે ખામીયુક્ત ઉમેદવારી પત્રોને અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version