Site icon

181 Abhayam : સાફલ્ય ગાથા.. 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી, પીડિત મહિલાને મળ્યો સમસ્યાનો ઉકેલ

181 Abhayam : 181 અભયમ મહિલા હેલ્પલાઈનને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવ્યો.

181 Abhyam Success Story : misunderstanding was created by a cricket call 181 abhyam brought a happy ending

181 Abhyam Success Story : misunderstanding was created by a cricket call 181 abhyam brought a happy ending

News Continuous Bureau | Mumbai

181 Abhayam : પીડિત મહિલાએ પતિની અઘટિત માંગણીઓ અને વિચિત્ર હરકતોથી કંટાળીને લીધો 181 અભયમ હેલ્પલાઈનનો સહારો

Join Our WhatsApp Community

181 અભયમ મહિલા હેલ્પલાઈનને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવ્યો. મહિલાએ ફોન પર જણાવ્યું હતું કે, તેના પતિ ઘરે આવીને તેણીને હેરાન કરે છે. આ મહિલાએ 181ના સ્ટાફને આવીને તેના પતિને સમજાવવા વિનંતી કરી હતી.

મહિલાએ જણાવેલ સરનામે 181 અભયમ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ. પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના લગ્નને 10 વર્ષ થયાં હતાં અને તેમને કોઈ સંતાન ન હતું. મહિલાના પતિ કોઈ કામ-ધંધો કરતા ન હતા. પીડિતાએ પોતાનું એક મકાન લીધું હતું, જેમાં બન્ને પતિ-પત્ની રહેતાં હતાં. મહિલાના પતિ ફોનમાં પોર્ન વિડિયો જોતા અને તે જ રીતે મહિલાને શારીરિક સુખ આપવા હેરાન કરતા હતા તેમજ પથારીમાં અવારનવાર બાથરૂમ કરી જતા હતા. ઉપરાંત, તેમની કૌટુંબિક જમીન વેચતાં જે પૈસા આવ્યા હતા, તે મહિલાના પતિ અને સાસુએ તેમની પાસે રાખી લીધા હતા.

પતિની અઘટિત માંગણીઓ અને હરકતોથી કંટાળેલા બહેને પતિથી અલગ રહેવાનું શરૂ કર્યું, છતાં પતિ દરરોજ પીડિતાના ઘરે આવી પીડિતાને હેરાન કરતા અને લગ્ન સમયે આપેલા ઘરેણાંની માંગણી કરતા હતા. પીડિતાએ આ વિષય પર વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન સમયે આપેલ તમામ ઘરેણાં સાસુએ લઈ લીધા હતા છતાં પતિ તે ઘરેણાની માંગણી કરતા હતા. પીડિતાના માતાએ શ્રીમંતના 5 દાગીના આપ્યા હતા એ ઘરેણાંની માંગણી પણ પતિ દ્વારા કરવામાં આવતી હતી. આ સિવાય પીડિતા બહેન પાસે રહેલા બીજા ઘરેણાં બહેને પોતે આત્મનિર્ભર બની, પૈસા કમાઈને લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. યોગા એક્સપ્રેસ, ગાંધીનગર-જમ્મુતવી અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે; જાણો કારણ

આ તમામ બાબતો જાણ્યા બાદ અને પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કર્યા બાદ અભયમ ટીમ દ્વારા તેમને પત્નીના ઘરે ન જવા કહેવામાં આવ્યું હતું. પીડિતાના પતિએ કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું હતું કે, તે પત્નીથી છૂટાછેડા લઈને તે બીજા લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે એટલે જ્યાં સુધી પત્ની દાગીના નહિ આપે તે પત્નીના ઘરે જવાનું બંધ નહીં કરે. ઘણું સમજાવ્યા હોવા છતાં પીડિતાના પતિ માનતા ન હોઈ પીડિતાએ પોતાના પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા બંને પતિ-પત્નીને નજીકના પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા. પીડિતા બહેન પણ પતિથી અલગ થવાની ઈચ્છા રાખતા હતા તેથી આ બહેનને ફેમિલી કોર્ટની માહિતી આપવામાં આવી હતી.

આમ, 181 અભયમ ટીમની આ સરાહનીય કામગીરીના કારણે પીડિત મહિલા જેવી અનેક મહિલાઓ તેમના જીવનની ગંભીર સમસ્યાઓનો ઉકેલ મેળવે છે.

~ શ્રદ્ધા ટીકેશ, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version